ગુજરાતટોપ ન્યૂઝ

વલસાડ થયું પાણી-પાણી, જુઓ શહેરનો આકાશી નજારો…

Text To Speech

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે દ.ગુજરાતના વલસાડ જિલ્લામાં વરસાદ તેમજ ઉપરવાસમાં વરસાદના કારણે ઘણાં વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. ઔરંગા નદીમાં ધસમસતા પાણીના કારણે જનજીવનને ભારે અસર થઈ રહી છે. જેના કારણે અત્યાર સુધીમાં 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

શહેરના મુખ્ય વિસ્તારો જેમ કે કશ્મીર નગર તળિયાવાડ, લીલાપોર, બંદર રોડ જેવા વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે હાલ NDRFની ટિમો દ્વારા રેસક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. NDRFની ટીમે આજે બંદર રોડ વિસ્તારમાં નાના બાળકો અને સગર્ભા મહિલાઓનું સૌથી પહેલા રેસક્યુ કર્યું હતું.

આજે સવારથી 70 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ડાંગના વઘઈમાં સૌથી વધુ 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આજે 6 કલાકમાં જ 8 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી વલસાડ જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. 70થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરી NDRFની ટીમ દેવદૂત બની છે.

ઉપરવાસમાં સતત વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે ઔરંગા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળ્યો હતો ઔરંગા નદી પર આવેલો વલસાડ અને ખેરગામ તાલુકાને જોડતો નો પુલ પાણીમાં ડૂબ્યો હતો જેને પગલે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે તો સાથે બંદર રોડ પર પણ પાણી ફરી વડવાના કારણે રસ્તો બંધ કરાયો હતો ઔરંગા નદીના પાણી શહેરના કશ્મીર નગર વિસ્તારમાં ઘૂસ્યા હતા સતત નદીની સપાટી વધવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપવમાં આવ્યું છે તો નદીના નજીક આવેલા વિસ્તારો વહીવટી તંત્ર દ્રારા ખાલી કરાવવામાં આવી રહયા છે

Back to top button