ગુજરાતદક્ષિણ ગુજરાત

વલસાડ : ઔરંગા નદીએ વટાવી ભયજનક સપાટી, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

Text To Speech

વરસાદની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને કારણે વલસાડ જિલ્લાની નદી ગાંડીતૂર બની છે. ભારે વરસાદને કારણે ઔરંગા નદી ભયજનક સપાટીએ પહોંચી છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે.

વલસાડમાં ભારે વરસાદને પગલે અનેક નદીઓ ભયજનક સપાટીએ પહોંચી

રાજ્યમાંત્રીજા રાઉન્ડમાં વરસાદે જુનાગઢ અને સૌરાષ્ટ્રના બીજી કેટલાક સ્થળો પર તબાહી મચાવી હતી, ત્યારે વરસાદનો ચોથા રાઉન્ડ શરૂ થઇ ગયો છે, ત્યારે આ ચોથા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરુ તઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. જ્યારે નદી નાળા પણ છલકાયા છે. ત્યારે વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓ ભયજનક સપાટીએ પહોંચી છે. જેમાં પાર, કોલક, દમણગંગા અને ઔરંગા સહિતની નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે, જેમાં ખાસ કરીને ઔરંગા નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

વલસાડ વરસાદ (-humdekhengenews

નીચાણવાળા વિસ્તારો રહેતા લોકોને પણ સાવચેત રહેવા સૂચના

ઔરંગા સહિતની નદીઓ ભયજનક સપાટીએ વહેતા તંત્ર પણ એલર્ટ બન્યું છે. અને નદી આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. તંત્રએ ગઈ કાલથી નીચાણવાળા વિસ્તારો રહેતા લોકોને પણ સાવચેત રહેવા માટે સૂચના આપી છે. તેમજ વલસાડના કાશ્મીરા નગર વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

 આ પણ વાંચો : ગુજરાતમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ વિસ્તારોમાં થશે જળબંબાકાર

ઔરંગા નદી છલકાતા S.D.R.Fની ટીમો તૈનાત

ઔરંગા નદીનું તરિયા વાડ અને બંદર રોડ પર સતત પાણી ભરાયું છે.જેથી તંત્રએ આ વિસ્તારમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ અહીંબેરીકેડ મૂકી પોલીસ બંદોબસ્ત અને ફાયર વિભાગની ટીમ તૈનાત કરવામા આવી છે. આ સાથે S.D.R.Fની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

મધુબન ડેમમાંથી પાણી છોડાયું

ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લામાં આવેલા મધુબન ડેમમાંથી આજે પાણી છોડવાને નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં રાત્રે 12 કલાકે 250000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

 આ પણ વાંચો : અમદાવાદમાં રોગચાળાએ ભરડો લીધો, કનઝંક્ટીવાઈટીસની સાથે મચ્છરજન્ય રોગોમાં ભારે ઉછાળો

Back to top button