ગુજરાત

વલસાડ SOG ટીમે કપરાડાના યુવકની 500ના દરની 586 ડુપ્લીકેટ નોટો સાથે ધરપકડ કરી

Text To Speech

વલસાડઃ SOGની ટીમને કપરાડામાં એક યુવક રૂ.500ના દરની ડુપ્લીકેટ નોટનો જથ્થો ઠાલવવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે SOGની ટીમે એક ઇસમને અટકાવી ચેક કરતા તેની પાસેથી રૂ.500ના દરની કલર પ્રિન્ટ કરેલી ડુપ્લીટેક નોટ મળી આવી હતી. આરોપીની કડકાઇથી પૂછપરછ કરતા આરોપી પાસેથી રૂ.500ના દરની કુલ 586 નોટનો જથ્થો મળી આવ્યો હતો. SOGની ટીમે કપરાડા અને મહારાષ્ટ્ર બોડર ઉપરના ગામના યુવકની અટકાયત કરી કપરાડા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાની SOGની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક સ્થાનિક યુવક રૂ.500ના દરની ડુપ્લીકેટ નોટ સાથે ફરી રહ્યો છે. તેની પાસે આવી નોટનો વિપુલ પ્રમાણમાં જથ્થો હોવાની SOGની ટીમને બાતમી મળી હતી. SOGની ટીમે તાત્કાલિક કપરાડા ખાતે પહોંચી બાતમીના વર્ણનવાળા યુવકની શોધખોળ હાથ ધરી હતી.

વલસાડ SOGની ટીમે બાતમીના વર્ણન વાળા યુવકને અટકાવી ચેક કરતા તેની પાસેથી 500ના દરની ડુપ્લીકેટ નોટ મળી આવી હતી. યુવકની કડકાઇથી પૂછપરછ કરતા તેની પાસેથી રૂ. 500ના દરનો 586 નોટનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ SOGની ટીમે 2.93 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button