વલસાડ : હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસના દરોડા, ભાજપના નેતા સહિત 15 નબીરા ઝડપાયા
- વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસ ત્રાટકી
- ભાજપના નેતા સહિત 15 નબીરાઓની ધરપકડ
- પોલીસે મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી જ હોય તેમ દારુની રેલમછેલના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વલસાડમા પણ દારુબંધીના ધજાગરા ઉડાતો કિસ્સો સામે આવ્યો છે. ગઈ કાલે વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસે રેડ કરી હતા. જેમાં નગરપાલિકાના માજી સભ્યના પતિ અને ભાજપના હોદ્દેદારો પણ દારુની મહેફિલ માણતા ઝડપાયા છે.
વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર રેડ
વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પકડાઈ છે. આદર્શ સોસાયટીમાં જન્મદિવસની પાર્ટીની આડમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસે રેડ કરી હતી.આ દારુ પાર્ટીમાં નગરપાલિકાના માજી સભ્યના પતિ અને ભાજપ શહેરના યુવા મોરચા પ્રમુખ સહિત ભાજપના અન્ય હોદ્દેદારો પણ સામેલ હોવાનું સામે આવ્યુ છે.
દારૂની મેહફીલ માણતા 15 નબીરાઓને પોલીસે ઝડપ્યા
પ્રાપ્ત જાણકારી મુજબ આદર્શ સોસાયટીના મકાન નંબર-8 ના ધાબા પર જન્મદિવસની ઉજવણીની આડમાં દારુની મહેફિલ માણવામા આવી રહી હતી. આ હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસે બાતમીના આધારે રેડ કરી રંગમાં ભંગ પાડ્યો હતો.અને દારૂની મેહફીલ માણતા 15 નબીરાઓને પોલીસે રંગેહાથે ઝડપી પાડયા હતા.
25 લાખથી વધુ નો મુદ્દામાલ જપ્ત
આ દરોડામાં પોલીસે 15 નબીરાઓને ઝડપી અહીથી રોકડ રકમ, દારૂની બોટલ, 20થી વધુ મોબાઈલ ફોન સહિત 7 વાહનો મળી કુલ 25 લાખથી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : ભારતમાં કોરોનાએ ફરી પકડી રફતાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,109 નવા કેસ નોંધાયા