ગુજરાતદક્ષિણ ગુજરાત

વલસાડ : ઉમરગામના માંડાની કંપનીમાં ભીષણ આગ,10 જેટલા ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે

Text To Speech

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ગઈ કાલે જ ભરુચની GIDC માં આવેલ એક પ્લાસ્ટિકની કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. જેને ભારે જહેમત બાદ કાબુમાં લેવામાં આવી હતી ત્યારે આજે વલસાડના ઉમરગામના માંડામાં કંપનીમાં પણ અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી . આગે વિકરાળ રૂપ ધારણ કરતા મેજર કોલ જાહેર કરાયો હતો. અને આગને કાબુમાં લેવા માટે માટે 8થી 10 જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

વલસાડમાં આગ-humdekhengenews

માંડાની કંપનીમાં ભીષણ આગ

જાણકારી મુજબ વલસાડના ઉમરગામના માંડાની કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. માંડામાં પ્લાસ્ટિક ઝોન નજીક આવેલી પેકેજીંગ કરતી સિશિકા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.કંપનીમાં આગ લાગતા આસપાસના લોકો અહી દોડી આવ્યા હતા. અને તાત્કાલિર ફાયર વિભાગને આ અંગે જાણ કરી હતી.

ફાયરની 8 થી 10 ટીમો ઘટના સ્થળે

સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કંપનીમાં લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ રૂપ ધારણ કરતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આ કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવવવા માટે ફાયરની 8થી 10 જેટલી ટીમોને બોલાવવામા આવી હતી. જેમાં ઉમરગામ, વાપી, સરીગામ દમણ અને સેલવાસના ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી હતી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.જો કે સદનસીબે આગની આ ઘટનામા જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી.

આ પણ વાંચો : કાશ્મીરમાં પકડાયા બાદ ઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં નોંધાઈ પહેલી ફરિયાદ, પત્ની ભૂગર્ભમાં !

Back to top button