વલસાડ : માર્ગ અને મકાન વિભાગના ભ્રષ્ટાચારી ઇજનેરને પકડી પાડતી એસીબી

ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગ અને ભ્રષ્ટાચાર એકબીજાના પરિયાયી બની ગયા છે. માર્ગ અને મકાન વિભાગમાં એટલી હદે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે જેની કોઈ સીમા નથી. એસીબીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લામાં કાર્યપાલક ઇજનેર કચેરીમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ તરફથી નદી પર રસ્તાના બ્રિજનું કામ પૂર્ણ કર્યા બાદ ફરિયાદી સબકોન્ટ્રાક્ટર ફાઇનલ બિલ મંજૂર કરવા કચેરીમાં ગયા હતા. ત્યારે આ બિલ મંજૂર કરવા ફરિયાદી પાસે નિલય ભરતભાઇ નાયક (નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ-2, પંચાયત પેટા વિભાગ) અને અનિરુદ્ધ મધુસીનહ ચૌધરી(આસિસ્ટન્ટ ઇજનેર)એ ફરિયાદી પાસે રૂપિયા 20 લાખની લાંચની માંગણી કરી હતી. થોડી રકજકના અંતે રૂપિયા 15 લાખની રકમ નક્કી થઈ હતી, પણ ફરિયાદી લાંચ આપવા માગતા ના હોવાથી એન્ટિ કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી. જેથી એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર. આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહિલા પી. આઈ. એ. કે. ચૌહાણ અને ટીમે છટકું ગોઠવ્યું હતું અને બંને અધિકારીની સૂચનાથી કચેરીમાં ખાનગી વ્યક્તિ એવા વચોટિયા વિક્રમ કાંતિભાઈ પટેલે લાંચની રકમ સ્વીકારી ત્યારે નાયબ ઇજનેર નિલય નાયક અને વચેટિયાને ઝડપી લેવાય હતા. જ્યારે આસિસ્ટન્ટ ઇજનેર અનિરુદ્ધ ચૌધરી ફરાર થઈ જતાં તેમની શોધખોળ થઈ રહી છે. ત્રણેય વિરુદ્ધ લાંચ રૂશ્વત વિરોધી ધારા લગાવીને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
આ પણ વાંચો : વિદેશી મહિલાના પ્રેમમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ લાખો ઉડાવ્યા !

ગુજરાતનાં માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા ઇજનેરો 30 લાખ થી લઈ 40 લાખ સુધીની જે વૈભવી કારો કારોમાં ફરે છે તે આ બધા પૈસાને આધીન જ છે. 20 ટકા થી લઈ 50 ટકા સુધીના નીચા ભાવમાં પણ કોન્ટ્રાકટર 10 ટકા નફો કરતાં હોય છે ત્યારે વિચારવા જેવી બાબત છે કે કામની ગુણવત્તા કેટલી નબળી હશે. 3 વર્ષ થી લઈ 5 વર્ષ સુધીના મઇન્ટેનસ હેઠળના કામો હોય છે ત્યારે તે મેન્ટેનન્સ કરંટ રિપેર્સમાં આવતી લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ બધામાં વપરાય જે છે અને કરંટ રિપેર્સના નામે બહુ મોટાપાયે ભ્રષ્ટાચાર કોન્ટ્રાકટરો અને ઈજનેરની મિલી ભગતથી થતાં હોય છે. જો આ તમામની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ગુજરાત સરકારના નાગરિકો ના ટેક્સ રૂપી કરોડો રૂપિયા વેડફાતા બચે અને જો રિકવરી કરવામાં આવે તો પણ સરકારની તિજોરીમાં કરોડો રૂપિયા પાછા જમા થાય.
આ પણ વાંચો : જોશીમઠ : આજથી અસુરક્ષિત ઈમારતોને તોડવાની કામગીરી શરુ, તો બીજી તરફ લોકો ઘર છોડવા તૈયાર નથી
માર્ગ મકાન વિભાગમાં આજકાલ જે સબકોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે તે એવું જ છે જેમ કોઈ કંપાઉંડર ડૉક્ટરના ત્યાં થોડો અનુભવ લઈ પોતે ડૉક્ટર બની જાય અને એવા ડૉક્ટર કેવી સારવાર આપે તે જગજાહેર છે તેમ સબ કોન્ટ્રાકટર પણ એવું જ કામ કરે એટલે કામ ની ગુણવત્તા કેટલી જળવાય તે પણ હવે જગજાહેર જ છે.