વેલેન્ટાઈન વીક શરૂઃ જાણો ક્યારે આવશે કયો દિવસ, શું છે મહત્ત્વ?
- 7 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઈન વીક ઉજવવામાં આવશે. પ્રેમનો એકરાર કરનારી અને પ્રપોઝ કરનારી વ્યક્તિને વેલેન્ટાઈન વીકની આતુરતાથી રાહ હોય છે.
ફેબ્રુઆરી મહિનો લવ અને રોમાન્સનો મહિનો કહેવાય છે. આ મહિનામાં 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. વેલેન્ટાઈન્સ વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થાય છે. કપલ્સ માટે આ મહિનાનું ખાસ મહત્ત્વ હોય છે. વેલેન્ટાઈન વીકમાં દરરોજ અલગ અલગ દિવસો સેલિબ્રેટ કરવામાં આવે છે. 7 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઈન વીક ઉજવવામાં આવશે. પ્રેમનો એકરાર કરનારી અને પ્રપોઝ કરનારી વ્યક્તિને વેલેન્ટાઈન વીકની આતુરતાથી રાહ હોય છે. આવો જાણીએ ક્યારે કયો દિવસ ઉજવવામાં આવશે?
7 ફેબ્રુઆરી- રોઝ ડે
વેલેન્ટાઈન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થાય છે. આ વીકના પહેલા દિવસે રોઝ ડે મનાવવામાં આવે છે. આ દિવસે પોતાના પ્રેમીને ગુલાબનું ફુલ આપવામાં આવે છે. પ્રેમનો એકરાર કરવા લાલ ગુલાબનો ઉપયોગ કરાય છે.
8 ફેબ્રુઆરી – પ્રપોઝ ડે
વેલેન્ટાઈન ડેનો બીજો દિવસ એટલે પ્રપોઝ ડે. 8 ફ્રેબુઆરીના રોજ પ્રપોઝ ડે મનાવવામાં આવે છે. જો તમે કોઈને પ્રેમ કરતા હો તો તેને પ્રપોઝ કરવાનો આ દિવસ છે. તમારા દિલની વાત કોઈને કહેવા ઇચ્છતા હો તો આ સૌથી સારો દિવસ છે.
9 ફેબ્રુઆરી – ચોકલેટ ડે
9 ફેબ્રુઆરીના રોજ ચોકલેટ ડે ઉજવવામાં આવે છે. આ વેલેન્ટાઈન વીકનો ત્રીજો દિવસ હોય છે. ચોકલેટ આપીને કપલ્સ આ દિવસને સેલિબ્રેટ કરતા હોય છે. કપલ્સ ચોકલેટ આપીને એકબીજા સાથે પ્રેમભરી વાતો કરે છે. ચોકલેટ ડે નો હેતુ હોય છે કે ચોકલેટની જેમ પ્રેમમાં પણ મીઠાસ જળવાઈ રહે.
10 ફેબ્રુઆરી – ટેડી ડે
વેલેન્ટાઈન વીકનો ચોથો દિવસ એટલે કે ટેડી ડે. 10 ફેબ્રઆરીના રોજ આ દિવસ ઉજવાય છે. આ દિવસે ગમતી વ્યક્તિને ટેડી આપીને આ દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે. ટેડી બિયર દિલની કોમળતાનો અહેસાસ કરાવે છે. ટેડી ડે ઉજવવા પાછળનો હેતુ પણ લાગણીઓનો જ છે.
11 ફેબ્રુઆરી- પ્રોમિસ ડે
વેલેન્ટાઈન વીકનો પાંચમો દિવસ પ્રોમિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કપલ એકબીજા સાથે પ્રેમ નિભાવવાનો વાયદો કરે છે. એક બીજાનો સાથ જીવનભર કોઈ પણ સ્થિતિમાં આપવાનું પ્રોમિસ આપે છે.
12 ફેબ્રુઆરી- હગ ડે
12 ફેબ્રુઆરીના રોજ હગ ડે ઉજવાય છે. આ દિવસે કપલ એકબીજાને ગળે લગાવીને પોતાના પ્રેમનો એકરાર કરે છે. તેનાથી એકબીજા માટે પ્રેમ અને પોતીકાપણાંનો અહેસાસ થાય છે.
13 ફેબ્રુઆરી – કિસ ડે
વેલેન્ટાઇન વીકનો સાતમો દિવસ એટલે કે 13 ફેબ્રુઆરીનો દિવસ કિસ ડે તરીકે ઉજવાય છે. તમે તમારી ગમતી વ્યક્તિને કિસ કરીને તમારી ભાવનાઓને વ્યક્ત કરીને આ દિવસની ઉજવણી કરી શકો છો.
14 ફેબ્રુઆરી – વેલેન્ટાઈન ડે
વેલેન્ટાઈન વીકનો છેલ્લો અને સૌથી મહત્ત્વનો દિવસ વેલેન્ટાઈન્સ ડે છે. આ દિવસે કપલ્સ એકબીજાને મળે છે, હરે ફરે છે, પાર્ટી કરે છે અને મોજ મસ્તી કરીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરે છે.
આ પણ વાંચોઃ હાર્ટને હેલ્ધી રાખવા રોજ ખાવ બે ચમચી મધઃ 3 તકલીફો થશે દૂર