valentine’s day: કોણ હતા ‘સંત વેલેન્ટાઈન’? કેમ મળ્યો હતો મૃત્યુદંડ?
14 ફેબ્રુઆરીનો દિવસ વિશ્વભરમાં વેલેન્ટાઇન ડે અથાર્ત પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમ કરનારા લોકો એકબીજા સાથે સમય વીતાવે છે. તેથી વેલેન્ટાઇન ડેને લઇને એક અલગ ઉત્સાહ જોવા મળે છે. વેલેન્ટાઇન ડે શા માટે ઉજવવામાં આવે છે, આ દિવસનું મહત્ત્વ શું છે.
રોમમાં ત્રીજી સદી દરમિયાન સમ્રાટ ક્લોડિયસનું શાસન હતુ. તેમના માનવા મુજબ વિવાહ કરનારા પુરુષોની શક્તિ અને બુદ્ધિ ઓછી થઇ જાય છે. પરણેલા પુરુષો સારા યોદ્ધા બની શકતા નથી. તેઓ લગ્નનો વિરોધ કરતા હતા. એટલું જ નહિ તેમણે આદેશ જારી કર્યા હતા કે કોઇ પણ સૈનિક કે અધિકારી લગ્ન નહીં કરે. તેમના પ્રતિબંધથી રોમના સૈનિકો ખુબ જ પરેશાન હતા અને આ અમાનવીય પ્રતિબંધને ખતમ કરવા ઇચ્છતા હતા.
સંત વેલેન્ટાઇનને રાજાનો આ આદેશ બિલકુલ પસંદ ન હતો. આ ક્રુર આદેશનો વિરોધ કર્યો હતો. તેમણે રોમના સૈનિકોને આ આદેશને ન માનવા માટે પ્રેરિત કર્યા હતા. તેમના આહ્વાન પર અનેક સૈનિકો અને અધિકારીઓએ લગ્ન કર્યા. તેમણે ઘણા લોકોના લગ્ન કરાવ્યા. રાજાને જ્યારે આ અંગે જાણ થઇ ત્યારે રાજા ખુબ જ ગુસ્સે ભરાયો હતો. આખરે કલોડિયસે 14 ફેબ્રુઆરી સન 269ના દિવસે સંત વેલેન્ટાઇનને ફાંસી આપી દીધી. રોમના લોકોને આ વાત બિલકુલ યોગ્ય ન લાગી, તેમણે સંત વેલેન્ટાઇનના ફાંસી દિવસ 14 ફેબ્રુઆરીને દર વર્ષે પ્રેમના દિવસ તરીકે સેલિબ્રેટ કરવાનું શરૂ કરી દીધુ. બસ ત્યારથી તેમની યાદમાં વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે. ધીમે ધીમે આ દિવસ આખી દુનિયામાં ફેમસ થયો. લોકો પ્રેમના દિવસ તરીકે 14 ફેબ્રુઆરીના દિવસને ઉજવવા લાગ્યા.
આ પણ વાંચોઃ કોણ છે માઈન્ડ રીડર સુહાની શાહ?