ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

Valentine’s Day: બની રહ્યો છે અદ્ભુત સંયોગ, કઇ રાશિઓના કપલ માટે શુભ સાબિત થશે?

14 ફેબ્રુઆરી 2023ના દિવસે આ વખતે અદ્ભુત સંયોગ બની રહ્યો છે. વેલેન્ટાઇન ડે આ વખતે મંગળવારે આવ્યો છે. મંગળવાર હનુમાનજીની પુજાનો દિવસ ગણાય છે. આ સાથે તિથિની વાત કરીએ તો આ દિવસે નોમ છે. જે માતા જગદંબાના પુજન માટે પણ વિશેષ તિથિ છે. આ અક્ષય ફળ આપનારી સ્થિતિ છે. નોમના દિવસે યાત્રા વર્જિત માનવામાં
આવે છે. તેથી તમારા પ્રિયજનો સાથે અને તેમની નજીક રહીને આ દિવસનો ખુબ જ આનંદ માણો. વેલેન્ટાઇન-ડે પ્રેમનો એક મહત્ત્વપુર્ણ અને સાંસ્કૃતિક ઉત્સવ છે. આ દિવસે લોકો પોતાના પ્રિયજન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે અને પ્રેમી-પ્રેમિકા પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે.

Valentine's Day: બની રહ્યો છે અદ્ભુત સંયોગ, કઇ રાશિઓના કપલ માટે  શુભ સાબિત થશે?  hum dekhenge news

15 ફેબ્રુઆરીએ શુક્ર કરશે મીન રાશિમાં ગોચર

વેલેન્ટાઇન-ડે ઉત્સવના બીજા દિવસે 15 ફેબ્રુઆરીએ શુક્ર કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે. તે 12 માર્ચ સુધી આ રાશિમાં રહેશે. શુક્રની ઉચ્ચ રાશિ છે મીન રાશિ. આ સમય પ્રેમ સંબંધો માટે યોગ્ય રહેશે. જે લોકો પહેલેથી જ લિવ-ઇનમાં છે કે કોઇ પણ પ્રકારના રિલેશનમાં છે તેમના માટે આ સમય શુભ રહેશે. શુક્રના રાશિ પરિવર્તનથી વેલેન્ટાઇન-ડેના દિવસે આ રાશિઓને ભરપૂર પ્રેમ મળશે.

વૃષભ

તમારા પ્રેમીનો ખુબ પ્રેમ મળશે. સાથે સાથે આવકમાં વૃદ્ધિ થશે. તમને એટલો પ્રેમ મળશે કે તમારો ઉત્સાહ વધશે. જે લોકો વિવાહિત છે તેમને પત્નીનો પ્રેમ મળશે. સંતાનના સુખદ સમાચાર મળશે. પ્રેમીને સફેદ રંગનો શર્ટ ગિફ્ટ કરજો પ્રેમ વધશે. આજે પીળા વસ્ત્રો ન પહેરતા

સિંહ

આ દિવસે તમને ભરપુર પ્રેમ મળશે. જે લોકો વિવાહિત છે તેમને સાસરીમાંથી ધન લાભ થશે. જે લોકો અવિવાહિત છે તેઓ કોઇ દેવસ્થાનમાં દર્શન કરશે. નવો પ્રેમ સ્થાપિત થશે. જુના કોઇ મિત્રો ઇન્ટરનેટના માધ્યમથી પ્રેમનો ઇઝહાર કરશે. આ દિવસે નીલા રંગના કપડા ન પહેરતા

Valentine's Day: બની રહ્યો છે અદ્ભુત સંયોગ, કઇ રાશિઓના કપલ માટે  શુભ સાબિત થશે?  hum dekhenge news

તુલા

આજના દિવસે તમારે વિચારવાની જરૂર નથી. તમારા પ્રેમી કે પ્રેમિકા સાથે જુનો વિવાદ ખતમ થશે. તમે આજે તેમને પ્રપોઝ કરશો. તમારા પ્રેમીને સફેદ રંગનો શર્ટ ગિફ્ટ કરજો. સાથે કોઇ રેસ્ટોરાંમા જઇને ડિનર કરી શકો છો. એકબીજા માટેનો લગાવ વધશે.

મકર

આ દિવસે તમે એકદમ નવા અખવા એકદમ જુના મિત્રના પ્રેમને પામશો. સાથે સાથે તમે નજીકમાં યાત્રા કરશો. તમારા પ્રેમી તમને ગિફ્ટ કરશે. એક બીજા પર વિશ્વાસ વધશે. પ્રેમી પ્રેમિકા વચ્ચે ન કહેવાયેલી અને ગુપ્ત વાતો થશે. પ્રેમ વધશે. તમે આ દિવસે કાળા રંગનો ડ્રેસ ન પહેરતા.

Valentine's Day: બની રહ્યો છે અદ્ભુત સંયોગ, કઇ રાશિઓના કપલ માટે  શુભ સાબિત થશે?  hum dekhenge news

કુંભ

આ રાશિના લોકો આ દિવસે કોઇ પાર્ટીમાં જશે. નવા નવા મિત્રો બનાવશે. જે લોકો વિવાહિત છે, તેમની પત્નીના પ્રેમમાં નિખાર આવશે. તમારે સૌહાર્દ જળવાઇ રહેશે. વિવાહિત લોકો માટે આ સમય ખુબ શુભ રહેશે. તમે જેને દુરથી પ્રેમ કરો છો તે તમને નજીક લાવશે. તમારો એકતરફી પ્રેમ ખતમ થશે. બંને એકબીજાને પ્રેમ કરશો. આજના દિવસે લીલા રંગનો ડ્રેસ ન પહેરતા.

આ પણ વાંચોઃ Valentines Day પર પાર્ટનરને રાશિ પ્રમાણે આપો ગિફ્ટઃ સંબંધો મજબુત બનશે

Back to top button