ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીલાઈફસ્ટાઈલ

Valentine Day 2025: વેલેન્ટાઈન ડે પર કોઈ કારણ વગર હેરાન કરે તો અહીં ફરિયાદ કરો, કપલ્સ માટે આ છે કામની વાત

Text To Speech

Valentine Day 2025 (3 ફેબ્રુઆરી, 2025): ફેબ્રુઆરીનો મહિનો શરુ થઈ ગયો છે અને ફેબ્રુઆરી મહિનો પ્રેમ પંખીડા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. પ્રેમ કરનારા આશિકોની જિંદગીનો સૌથી ખાસ દિવસ એટલે કે વેલેન્ટાઈન ડે પણ ફેબ્રુઆરી મહિનામાં આવે છે. 14 ફેબ્રુઆરીને આખી દુનિયામાં વેલેન્ટાઈન ડે મનાવામાં આવે છે. પ્રેમ કરનારા આ દિવસે એક બીજા સાથે સમય વિતાવે છે. કેટલાય લોકો એક બીજાને પ્રપોઝ કરતા હોય છે.

તો ઘણા યુવાન યુવતીઓ લગ્ન માટે પણ પ્રપોઝ કરતા હોય છે. પ્રેમ આજે પણ ભારતના મિડલ ક્લાસ પરિવારો માટે અઘરો વિષય છે. તેના વિશે ન તો ખુલીને વાત કરવામાં આવે છે, ન તો તેને વધારે મહત્વ આપવામાં આવે છે. એટલા માટે પ્રેમ કરનારા લોકો હંમેશા ઘરેથી દૂર એકબીજાને મળતા હોય છે. જો કે આવી જગ્યા પર પ્રેમ કરનારા લોકોને કારણ વગરના હેરાન કરવામાં આવતા હોય છે. જો આપને પણ આવી રીતે કોઈ હેરાન પરેશાન કરો તો તમે અહીં મદદ માગી શકો છો.

વેલેન્ટાઈન ડેના દિવસે કોઈ હેરાન કરે તો અહીં ફરિયાદ કરો

ભારતના સંવિધાને તમામ નાગરિકોને સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે. વેલેન્ટાઈન ડે પર જો કોઈ કપલ પોતાની મરજીથી ક્યાંય બેસી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે તો કોઈને પણ આ હક નથી કે તેમને હેરાન કરી શકે. ન કોઈ સંગઠન અથવા ન કોઈ વ્યક્તિ તેમને ક્યાંય બેસતા રોકી શકે. તેમને તે જગ્યાએ ઉઠવા માટે પણ મજબૂર કરી શકતા નથી. જો કોઈ આવું કરે છે તો તે શખ્સ અથવા તેમના સંગઠનની પોલીસમાં ફરિયાદ કરી શકો છો. પોલીસ આવા લોકો પર કાર્યવાહી કરશે.

પોલીસ જવા માટે કહે તો…

જો પોલીસ આપને આવી જગ્યાએથી હટવા માટે કહે, તો પણ તમારે હટવું ન જોઈએ. પોલીસ પાસે પણ આ અધિકાર નથી કે તે કોઈ કપલને ક્યાંય પણ બેસતા રોકી શકે. જો તમે પાર્કમાં બેઠા હોવ તો, કોઈ અશ્લીલ હરકત કરતા ન હોય. તો આપને ત્યાંથી જવા માટે ન કહી શકે. તમે આવા કેસમાં એ પોલીસકર્મી વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી શકો છો.

આ વાતોનું રાખો ધ્યાન

જ્યારે આપા વેલેન્ટાઈન ડેના દિવસ પાર્ટનર સાથે ક્યાંક ફરવા જાવ તો કોઈ સુરક્ષિત જગ્યાની પસંદગી કરો, બની શકે તો એવી જગ્યા પ્રિફર કરો, જ્યાં ઘણા લોકો હોય. ત્યાં તમને કોઈ હેરાન કરી શકશે નહીં. તમે કોઈ કૈફે, રેસ્તરાંમાં જઈ શકો છો. અથવા તો મૂવી જોવા જઈ શકો છો.

આ પણ વાંચો: અમદાવાદ: પતિએ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર પત્નીના અંગત ફોટો મુકી ધમકી આપી

Back to top button