Jammu Kashmir Flood: વૈષ્ણો દેવી રુટ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મૃત્યુ, આજે પણ રેડ એલર્ટ જાહેર

જમ્મુ: ભારે વરસાદ અને વાદળ ફાટવાથી જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિર પાસે ભૂસ્ખલન થયું છે, જેમાં મૃત્યુઆંક 30 ની નજીક પહોંચી ગયો છે.
જમ્મુમાં 26 ઓગસ્ટના રોજ વાદળ ફાટ્યા બાદ નદીઓ પૂર આવ્યા છે, મોટા ખડકો, વૃક્ષો અને પથ્થરો પડી ગયા છે, ઘણા ઘરો તેની ચપેટમાં આવ્યા છે અને વૈષ્ણો દેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલન થયું છે. પહેલા મૃત્યુઆંક 6 ની આસપાસ હતો, પરંતુ તાજેતરની અપડેટ મુજબ, મૃત્યુઆંક 30 પર પહોંચી ગયો છે.
#WATCH | Jammu, J&K: Road near the fourth Tawi bridge has been washed away as waterbodies swell following incessant heavy rainfall.
Latest visuals from the spot. pic.twitter.com/wWclLwwDjK
— ANI (@ANI) August 27, 2025
એસએસપી રિયાસી પરમવીર સિંહે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના કટરા સ્થિત વૈષ્ણો દેવી મંદિર પાસે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં 30 લોકોના મૃત્યુ થયા છે.
તે જ સમયે, જમ્મુ વિભાગમાં આજે શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ રહેશે. આ વિભાગમાં વહેતી ત્રણ નદીઓ ભયજનક સ્તરે વહી રહી છે. હવામાન વિભાગે આગામી 40 કલાકમાં જમ્મુ વિભાગમાં ભારે વરસાદની આગાહી કરી છે. બસંતાર, તાવી અને ચિનાબ નદીઓનું પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. લોકોને નદી કિનારા અને પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવાની કડક સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ભારતીય ચીજો પર 50 ટકા અમેરિકી ટેરિફથી ગુજરાત સહિત આ 5 શહેરોને પડશે કમરતોડ ફટકો, લોકો પર થશે સૈથી વધુ અસર











