ગુજરાતનવરાત્રિ-2022

Vadodara: ખેલૈયાઓના હોબાળા બાદ, યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડ પરથી કાંકરા હટાવી સાફ સફાઈ કરાવાઈ

Text To Speech

વડોદરાના યુનાઇટેડ વેના ગરબા ખૂબ જ પ્રખ્યાત છે. જો કે યુનાઇટેડ વેના મેદાનમાં કાંકરા વાગતા સતત બીજા દિવસે ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે આયોજકો દ્વારા તેમજ વડોદરા પોલિસ દ્વારા સાફ સફાઈની ખતરી આપ્યા બાદ પણ ખેલૈયાઓની નારાજગી દૂર થઈ ન હતી. ત્યારે આજે આયોજકો દ્વારા સમગ્ર યુનાઈટેડ વેના ગરબા ગ્રાઉન્ડમાંથી નાના મોટા પથ્થરથી માંડીને મેદાનમા પડેલા કચરાને હટાવવામાં આવ્યો છે.

વડોદરા યુનાઈટેડ વેમાં નવરાત્રિ દરમ્યાન ગરબાનુ આયોજન કરવામાં આવતુ હોય છે. ત્યારે વડોદરાના વિશ્વ વિખ્યાત ગરબા મહોત્સવમાં વિવાદ સર્જાયો હતો. યુનાઇટેડ વેના ગરબામાં સતત બીજા દિવસે ખેલૈયાઓએ હોબાળો મચાવીને રોષ વ્યક્ત કર્યો હતો.જો કે હોબાળાને પગલે માંજલપુર પીઆઇ સ્ટેજ પર દોડી આવ્યા હતા અને ખેલૈયાઓને તેમની રજૂઆત લેખિતમાં આપવા જણાવ્યું હતું. ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડતાં ગરબા બંધ કરવાનો વારો આવ્યો હતો. સ્ટેજ પાસે જ ખેલૈયાઓનું ટોળું વળી ગયું હતું. સતત અડધો કલાક સુધી હોબાળા બાદ ફરીથી ગરબા શરૂ થયા હતા.

https://fb.watch/fPUz39kKlr/

ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ ફરિયાદ નોંધાય છે

યુનાઈટેડ વેના ગરબાના આયોજનમાં વ્યવસ્થાનો અભાવ હોવાના ખેલૈયાઓ દ્વારા આ મુદ્દે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ ફરિયાદ કરાઈ છે. તમને જણાવી દઈએ કે, ઈન્ટરવલ બાદ પગમાં પથ્થરો વાગતા ખૈલેયાઓએ હોબાળો મચાવ્યો હતો.તો ફૂડ કોર્ટ (Food court) તથા પાણીના સ્ટેન્ડમાં પણ યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે ખૈલાયાઓ રોષે ભરાયા હતા.

પોલીસે મેદાન સાફ કરાવવાની ખાતરી આપી હતી

વડોદરાના યુનાઇટેડ વેના ગરબા ખૂબ જ પ્રખ્યાત છે. જો કે યુનાઇટેડ વેના મેદાનમાં કાંકરા વાગતા સતત બીજા દિવસે ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો. પ્રથમ દિવસે પણ લોકોને પથ્થર વાગતા નારા લગાવાયા અને ગઈકાલે સતત બીજા દિવસે ખેલૈયાઓએ પથ્થર પથ્થરના સૂત્રોચ્ચાર કર્યા હતા. ગરબા માટે પાસના હજારો રૂપિયા લેવા છતા ખેલૈયાઓને હાલાકી પડી હતી. ખેલૈયાઓએ ભારે હોબાળો મચાવતા પોલીસે સ્ટેજ પર જઈને કરી શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ત્રીજા દિવસે મેદાન સાફ કરાવવાની ખાતરી આપી હતી.

અસુવિધાને પગલે ખૈલેયાઓમાં રોષ

પ્રથમ નોરતે પણ ખેલૈયાઓએ પથ્થર -પથ્થરના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.તો આ મામલે ગઈકાલે ગ્રાહક સુરક્ષામાં પણ ખેલૈયાઓએ ફરિયાદ કરી હતી.વડોદરા શહેરમાં યોજાતા યુનાઇટેડ વેના ગરબા વિશ્વ વિખ્યાત છે. અહીં પાસનો ભાવ 5000 હોવા છતા ખૈલેયા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખૈલેયાઓએ વિરોધ (નોંધાવ્યો હતો. ત્યારે આજ સવારથી સમગ્ર મેદાન માંથી પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

આ પણ વાંચોKBC 14: અમિતાભ બચ્ચને નવરાત્રિમાં રમતના નિયમો બદલ્યા, મહિલાઓને મળશે ખાસ લાભ

Back to top button