ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરાની MSU ફરી વિવાદમાં : નમાઝનો વીડિયો વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં રોષ

Text To Speech

વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સીટી વારંવાર વિવાદોમા આવતી રહેતી હોય છે. ત્યારે આજે MSU ફરી એક વાર વિવાદમાં આવી છે. તાજેતરમાં જ યુનિવર્સિટીમાં નમાજ પઢવાનો વીડિયો વાયરલ થયો હતો જેને લઈને MSUમાં વિવાદ સર્જાયો છે.

યુનિ.માં નમાઝનો વીડિયો થયો વાયરલ

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એક વાદ વિવાદમાં આવી છે. જેમાં યુનિવર્સીટીના સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે બે અજાણ્યા શખ્સો નમાજ પઢી રહ્યા હોવાનો વિડિયો સામે આવ્યો છે. હાલ આ વિડિયો સોશિયલ મીડીયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયા વાયરલ થતા ભારે હડકંપ મચી જવા પામ્યો છે.

MSU વડોદરા-humdekhengenews

આ પણ વાંચો : બોયફ્રેન્ડ મોજમાં, ગર્લફેન્ડ સવાલોની ખોજમાં !

સંગઠનોએ નોંધાવ્યો વિરોધ

વાયરલ વીડિયોમાં જડોઈ શકાય છે કે MSUના પરિસરમાં આવેલી સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે બે અજાણ્યા શખ્સો નમાજ પઢી રહ્યા છે. MSUમાં નમાજ પઢવાનો આ વીડિયો વાયરલ થતા જ સંગઠનોમાં રોષ વ્યાપી ગયો હતો. MSUના ઇતિહાસમાં પ્રથમવાર આવી ઘટના સામે આવતા વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો છે અને યુનિવર્સિટીના સત્તાધીશોને સમગ્ર મામલે રજૂઆત કરીને તપાસની માગ કરવામાં આવશે.

વ્યક્તિઓની ઓળખ થઈ નથી

MSUની સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર નમાઝ પઢતા પુરુષ-મહિલાનો વિડીયો વાયરલ થતા હિંદુ સંગઠનોએ કાર્યવાહીની માંગ કરી છે. જો કે હજૂ સુધી આ નમાઝ પઢતા વ્યક્તિઓ કોણ છે જાણવા મળ્યું નથી. પરંતુ આ વ્યક્તિ યુ. નિ ના હોય તેવું જાણવા મળી રહ્યું છે. હિંદુ સંગઠનોનું કહેવું છે કે શૈક્ષણિક સંકુલમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ યોગ્ય નથી જેથી તાત્કાલિક આવી પ્રવૃતિઓ પર રોક લાગવી જોઈએ.

Back to top button