વડોદરા : વિશ્વમાં પ્રથમ ખુલ્લા આકાશ નીચે તૈયાર કરવામાં આવેલી સુવર્ણજડિત શિવજીની પ્રતિમા
વડોદારના મધ્યમાં એક સુંદર અને ભવ્ય શિવજીની પ્રતિમાં સ્થાપિત થઈ છે. જેની પરિકલ્પના ત્યાંના લોકલ ધારાસભ્ય યોગેશ પટેલે 2007માં કરી હતી. આજે જ્યારે વડોદરાના મધ્યબિંદુ સુરસાગરના મધ્યમાં શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી વડોદરાની ઓળખસમી ભવ્ય પ્રતિમાને 17.5 કિલોગ્રામ સોનાથી તૈયાર કરવામાં આવી છે. જે વિશ્વમાં પ્રથમ એવી શિવજીની પ્રતિમાં છે જે ખૂલ્લા આકાશ નીચે તૈયાર કરવામાં આવી છે. આશરે 17.5 કિલો ગ્રામ સુવર્ણ ચઢાવવા માટેના રૂપિયા 12 કરોડના અંદાજીત ખર્ચને પહોંચી વળવા ઉદાર હાથે દાન આપ્યું અને આખી પ્રતિમા સંપૂર્ણપણે સુવર્ણ જડિત થઈ. આવો જાણીએ તેનો ઈતિહાસ
કેવી રીતે તૈયાર થઈ પ્રતિમા ?
વાત જો મહાદેવની 111 ફૂટ ઉંચી પ્રતિમાની કરવામાં આવે તો આ પ્રતિમા ઉપર પ્રથમ ઝીંક અને કોપરના બે-બે ઢોળ ચઢાવવામાં આવ્યા છે. તેમજ કોપરનું પતરું લગાવવામાં આવ્યું છે અને કોપરના પતરાં ઉપર સોનાથી મઢવામાં આવી છે. મૂર્તિમાં 700 કિલો ઝીંક અને 1500 કિલો કોપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે મૂર્તિનું કુલ વજન 2500 મેટ્રિક ટન છે. આ કામગીરી એક વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કામગીરી માટે 30 કારીગરોએ રાત-દિવસ મહેનત કરી છે.
ક્યારથી થયો હતો પ્રારંભ
આ અંગે ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનો મહત્વનો ફાળો રહ્યો છે. જ્યારે તેઓ 2007માં ધારાસભ્ય હતા ત્યારે તેમણે તેમના મિત્રો સમક્ષ શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી આદર્શીનીય પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનો સંકલ્પ રજૂ કર્યો તો શહેર-જિલ્લા, દેશ-વિદેશના અનેક દાતાઓએ ઉદાર હાથે ફાળો આપવાની ઇચ્છા વ્યકત કરી અને ઇતિહાસ રચાયો. જે પછી 5 ઓગસ્ટ 2020ના રોજ એક તરફ અયોધ્યમાં રામમંદિરના નિર્માણનું કાર્ય શરૂ થયું તો બીજી તરફ વડોદરામાં શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણ પ્રતિમાનું કામ શરૂ થયું.
આ પણ વાંચો : મહાશિવરાત્રિનો મહાપર્વ, જાણો- ભોલેનાથના જન્મ સાથે જોડાયેલી આ વાત !
જે રીતે હાલ દેશમાં જેમ સુવર્ણ મંદિર અને ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની આગવી ઓળખ છે. તે પ્રમાણે જ વડોદરાના સુરસાગર મધ્યે આકાર લેનાર સુવર્ણજડિત શિવજીની પ્રતિમાનો ઉમેરો થયો છે. જે રીતે દેશ-વિદેશના લોકો જે રીતે સુવર્ણ મંદિર અને‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ જોવા માટે જાય છે. તે રીતે સુવર્ણજડિત શિવજીની પ્રતિમા જોવા માટે આવશે. તેથી ટુરિઝમ ક્ષેત્રે પણ તેનો વિશેષ વિકાસ થઈ રહ્યો છે.
શું છે સુરસાગર તળાવનો ઈતિહાસ ?
વડોદરાના મધ્યમાં આવેલું આ તળાવનું નામ એક સમયે ચંદન તલાવડી હતું. વર્ષ1996માં ઉનાળા સમયે સુરસાગરની સફાઇ હાથ ધરવામાં આવી હતી અને પાણી ઉલેચવામાં આવ્યું હતું. આ સમયે સુરસાગરની મધ્યમાં એક જુના બાંધકામનું માળખું નજરે પડ્યું હતું. જેનું સંશોધન થતાં જાણવા મળ્યું કે, વર્ષો અગાઉ અહીં શિવાલય હોવાનું તારણ મળ્યું. જે પછી ત્યાંના ધારાસભ્ય યોગેશ પટેલે શિવજીની મહાપ્રતિમાનું નિર્માણ અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામીજી મહારાજની પ્રરેણાથી કરાવ્યું હતું. ત્યારે તેના પર સુર્વણ જડિત ન હતી. જે પછી તેને 2020થી નવી સુવર્ણ જડિત પ્રતિમા બનાવવામાં આવી.
View this post on Instagram
ભૂકંપ અને વાવાઝોડા પ્રુફ છે પ્રતિમા
જ્યારે પ્રતિમાને સુવર્ણ આવરણ ચઢાવવામાં આવ્યું ત્યારે તેને તમામ પરિસ્થિતિમાં અડીખમ રહે તેની પણ કાળજી રાખવામાં આવી છે. તેના પાયાનું કામ ખૂબ જ મજબૂત રીતે કરવામાં આવ્યું છે. જેમાં વિજળી પડે કે કોઈ પણ કુદરતી પ્રોકોપ આવે તે સ્થિતિમાં મૂર્તિના પાયાની અંદર સુધી તેના કરંટ ઉતરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આટલાં પ્રમાણમાં ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના પરિણામે કેમકિલ રિએક્શનનો પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેના માટે વાસ્તુશાસ્ત્રનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે માટે પ્રતિમાના પેડસ્ટ્રલને બ્લેક ગ્રેનાઇટથી રી-સ્ટ્રક્ચર કરવામા આવ્યું છે. પેડેસ્ટ્રલ, પ્લેટફોર્મ અને સ્તંભોની રચના અષ્ટસિધ્ધિ યંત્ર વિદ્યા પર તૈયાર કરવામાં આવી છે.
પક્ષીઓ મૂર્તિ ન ખરાબ કરે તેના માટે વિશેષ કાળજી
શિવજીની પ્રતિમાને વિજળીથી રક્ષણ માટે લાઈટીંગ એરેસ્ટર મુકશે. જેને કારણે વીજળી સીધી જમીનમાં ઊતરી જશે. શ્રી સર્વેશ્વર મહાદેવજીની 111 ફૂટની પ્રતિમાને સુવર્ણજડીત કરવાનું કાર્ય પૂર્ણ થઈ ચુક્યું છે. આ પ્રતિમા પર પક્ષીઓ બેસી બગાડે નહીં તે માટે અલ્ટ્રા સાઉન્ડ સિસ્ટમ મુકવામાં આવશે. જે થોડી થોડી વારે વાગશે જેથી પક્ષીઓ ઉડી જશે. તેમજ એક વિશેષ પ્રકારની લાઈટ લગાવવામાં આવી છે જેનાથી શિવજીની પ્રતિમા ચમકતી રહેશે.
વડોદરામાં વર્ષ 2013 થી ‘શિવજી કી સવારી’ની નવી જ પરંપરાનો પ્રારંભ થયો. પહેલી જ યાત્રામાં શહેરના લાખો શિવભક્તો આ યાત્રામાં જોડાયા અને જગન્નાથપુરીની રથયાત્રાની યાદ અપાવી. 2013થી ‘શિવજી કી સવારી’વડોદરાનું વધુ એક નજરાણુ બની. જેમાં આજે વડોદરામાં શિવજી કી સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે અને ઉદયનારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજી કી સવારીનું સમાપન થશે. આમ, શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના નિર્માણના કાર્યનો 1996માં શરૂ થયેલા અધ્યાયની સુવર્ણ જડિત આવરણના અનાવરણ સાથે પૂર્ણ થશે.
આ પણ વાંચો : વડોદરા: શિવરાત્રિના પર્વે શિવ પરિવારની 8.5 ટનની નયનરમ્ય પ્રતિમા જોવા ભક્તોની ભીડ જામી