વડોદરા શહેરને હરિયાળું બનાવવા લગાવેલા હાનિકારક કોનોકાર્પસનું નિકંદન કઢાશે. જેમાં ખાતર ઉપર દિવેલ જેવી સ્થિતિ છે. તેમાં લાખોનો ખર્ચ માથે પડયો છે. કોનોકાર્પસ ઓક્સિજન નથી આપતું પણ કાર્બન ડાયોક્સાઈડ છોડે છે. પાકિસ્તાનમાં હજારોની સંખ્યામાં કોનોકાર્પસનું નિકંદન કઢાતા પાલિકાએ પણ તે માર્ગે અપનાવ્યો છે. વર્ષ 2017માં વડાપ્રધાનના આગમનને લઈ વડોદરાને હરિયાળું બનાવવા તત્કાલીન મ્યુનિ.કમિશનરે રાતોરાત હજારોની સંખ્યામાં કોનોકાર્પસ જાહેર સ્થળો, પાલિકાની જગ્યાઓ અને ડિવાઈડર ઉપર રોપાવ્યા હતા.
આ પણ વાંચો: હોળી ઉત્સવનો પ્રારંભ: દ્વારકાધીશ મંદિરે ફૂલડોલ મહોત્સવને લઇને તૈયારીઓ પૂરજોશમાં
વડોદરાને હરિયાળું કેવી રીતે બનાવવું?
વડોદરાને હરિયાળું કેવી રીતે બનાવવું? તેની માટે પાલિકાએ કવાયત શરૂ કરી હતી. તે વખતે પર્યાવરણ બાબતે સારું એવું જ્ઞાન ધરાવતાં તજજ્ઞોની પાસે સર્વે કરાવાયો હતો. જેમાં તેમણે કેવા પ્રકારના પ્રાદેશિક ઝાડ ક્યાં લગાવવા જોઈએ? તેનો એક આખો રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં જે તે વિસ્તારમાં પાણીનું સ્તર કેટલું છે? ત્યાં કેવા પ્રકારના ઝાડ ઉગી શકે છે? તેનો પણ ઉલ્લેખ કરાયો હતો. જોકે, પ્રાદેશિક ઝાડ ઉગવામાં સમય માંગી લે તેમ હતા અને વડોદરાને રાતોરાત હરિયાળું બતાવવું હતું. એટલે, પૂર્વ મ્યુનિ.કમિશનર ડૉ. વિનોદ રાવે પ્રાદેશિક વૃક્ષોની વચ્ચે કોનોકાર્પસને ઉગાડવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના કાયદામાં સરકાર ઈચ્છશે તેમ મુદતમાં વધારો કરશે!
પાંચ વર્ષ બાદ આ ઝાડ નકામા લાગતાં તેને ઉખાડીને ફેંકી દેવા પાલિકાએ કાર્યવાહી શરૂ કરી
પાંચ વર્ષ બાદ આ ઝાડ નકામા લાગતાં તેને ઉખાડીને ફેંકી દેવા પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે કોનોકાર્પસને રોપવા લાખ્ખો રૂપિયાનો ખર્ચ માથે પડયો છે. કોનોકાર્પસ મૂળ અરબ દેશમાં થાય છે. કારણ કે, ત્યાં રણપ્રદેશમાં પાણીની બહુ તંગી હોય છે. જેથી આ ઝાડ ઓછા પાણીમાં પણ સારી રીતે ઉગી શકે છે. કારણ કે, તેના મૂળિયા ઉંડે સુધી જતાં હોવાથી પાણી જમીનમાંથી શોષી લે છે. કહેવાય છે કે, પાકિસ્તાનમાં પણ હજારોની સંખ્યામાં આ ઝાડ લગાવાયા હતા, પરંતુ તેમને પણ આ ઝાડ જમીનમાંથી વધુ પાણી શોષે છે, તેવું જ્ઞાન લાધતા હજારો ઝાડનું નિકંદન કાઢી નાંખ્યું હતું, હવે, આ જ નક્શેકદમ પર વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર જઈ રહ્યું છે. શહેરમાં એક બે નહીં 35 હજારથી વધારે કોનોકાર્પસના ઝાડ છે. જેને દુર કરવાનું કામ પાલિકાએ શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: ગુજરાત: 20 હજાર કરોડના કૌભાંડો પછી પણ સરકારી કંપની GSPC ઠપ થઇ
પાલિકાની ડિવાઈડર પર કિઓસ્ક બૉર્ડની ઈન્કમ પણ જતી રહી
હાલ ડિવાઈડર પરના જ ઝાડ કાપવામાં આવી રહ્યાં છે. આ વૃક્ષોને કાપવા અંગેનું કારણ જણાવતાં પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, શહેરના ડિવાઈડરો પર કોર્પોરેશનની લાઈટો લાગેલી છે. જેનો પ્રકાશ આ ઝાડોના કારણે રોડ પર પડતો બંધ થઈ ગયો છે. તેમજ કોનોકાર્પસના મૂળિયા ઉંડે સુધી જતાં હોવાથી પાણીનો સ્ત્રોત મોટી માત્રામાં શોષે છે. પાલિકાની ડિવાઈડર પર કિઓસ્ક બૉર્ડની ઈન્કમ પણ જતી રહી છે. એવું પણ સાંભળવા મળ્યું છે કે, આ ઝાડ ઓક્સિજન નથી આપતું પણ કાર્બન ડાયોક્સાઈડ છોડે છે. એટલે, અમે કોનોકાર્પસને દુર કરવાનું નક્કી કર્યું છે.