વડોદરા : ઉશ્કેરણીજનક ઉચ્ચારણ બદલ VHPના સહમંત્રી રોહન શાહની ધરપકડ, જાણો શું કહ્યું હતુ
વડોદરામાં રામનવમીના દિવસે શોભાયાત્રામાં થેયેલી પથ્થરમારાની ઘટનાની રાજ્યના ગૃહવિભાગે ગંભીરતાથી નોંધ લીધી છે. અને આ મામલે તપાસ માટે SITની રચના પણ કરી દીધી છે. જેથી SIT આ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. ત્યારે આ મામલે વિશ્વહિંદુ પરિષદના નેતા રોહન કમલેશ શાહની અટકાયત કરવામાં આવી છે.
VHPના સહમંત્રી રોહન શાહની ધરપકડ
વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. અને આ સમગ્ર ઘટનાની તપાસ માટે પોલીસ કમિશનર શમશેરસિંહની અધ્યક્ષતામાં SITની રચના પણ કરવામાં આવી છે. ત્યારે આ મામલે વડોદરામાં વિશ્વ હિંદુ પરિષદના નેતા રોહન કમલેશ શાહની અટકાયત કરવામા આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રોહન શાહ સહિત VHPના અન્ય સભ્યો વિરુદ્ધ ગુનો નોંધાયો
વડોદરામાં રામનવમીના દિવસે થયેલા પથ્થરમારાની ઘટનાને લઈને વિશ્વ હિંદુ પરિષદના નેતા રોહન કમલેશ શાહની અટકાયત કરવામાં આવ છે. આ મામલે રોહન શાહ સહિત VHPના અન્ય સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરવામા આવ્યો છે. આ ઘટનામાં તેમના દ્વારા .ઉશ્કેરણીજનક ઉચ્ચારણો કરવા બદલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
જાણો શું કહ્યું હતું
વિશ્વ હિંદુ પરિષદના નેતા રોહન શાહે આ મામલે કહ્યું હતુ કે ‘ રામયાત્રા પર પથ્થર મારનાર વિરોધીઓને અમે છોડીશું નહીં, અમારા એક પણ કાર્યકરની ધરપકડ કરવામા આવશે તો વડોદરા ભડકે બળશે, દેશ વિરોધીઓને 2002ના તોફાનો યાદ આપવી દઇશું’, આ સાથે જ તેમણે કર્ણાવતીમાં પોલીસને દોડાવીને મારી હોવાનો ઉલ્લેખ પણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ક્રાઈમબ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી
તેમના આ ઉશ્કેરણી જનક નિવેદનને કારણે ગઈ કાલે તેમની અટકાયત કરવામા આવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ રોહન શાહની પૂછપરછ કરી રહી છે. અને તેની સાથે અન્ય કેટલાક લોકોની પણ તપાસ ચાલી રહી છે. પથ્થરમારાની ઘટના બાદ તેના પર ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અને આ મામલે ક્રાઈમ બ્રાન્ચે વિશ્વ હિન્દુ પરિષદના નેતા સહિતના લોકો સામે પોલીસ ફરિયા નોંધી છે. રોહન કમલેશ શાહ વિરુદ્ધ IPC કલમ 153A મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો : વડોદરા : પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશ્નર એક્શન મોડમાં, 3 PIની બદલી