ગુજરાતટ્રેન્ડિંગધર્મમધ્ય ગુજરાત

વડોદરાઃ યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ આપી ગણેશજીને વિદાય, જૂઓ વીડિયો

વડોદરા, 18 સપ્ટેમ્બર, શ્રીજીના આગમનને આજે 10 દિવસ પૂરા થયા છે. ત્યારે શ્રીજીને અનોખી રીતે વિદાય અપાઈ છે. વડોદરા શહેરમાં એક યુવકે એવી રીતે બાપ્પાને વિદાય આપી કે જે કોઈએ પહેલા ભાગ્યે જ જોયું હશે. વડોદરાના યુવકે એક પૈડાની સાઈકલ પર શ્રીજીની વિસર્જન સવારી કાઢી હતી. રોડ પરથી પસાર થતા આ યુવકે અન્ય રાહદારીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. યુવકનો આ વીડિયો હાલ ઘણો વાયરલ પણ થઈ રહ્યો છે.

શ્રીજીને ઘરોમાંથી, દુકાનોમાંથી, પંડાલોમાંથી ભાવભીની વિદાય આપવાની ઘડી આવી ગઈ છે. જય જય ગણેશ.. ગણપતિ બાપ્પા મૌરીયા… અગલે બરસ તુમ જલદી આ.. જેવા નાદ સાથે સમગ્ર વડોદરા શહેર ગુંજી ઉઠ્યું છે. લોકો આજે બાપ્પાની વિસર્જન યાત્રા કાઢીને વાજતે-ગાજતે, ઢોલ નગારા તેમજ ડીજેના તાલે ઝુમતા બાપ્પાને વિદાય આપી રહ્યા છે. ત્યારે વડોદરાના એક યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઇને ગણેશજીનું વિસર્જન કરવા નીકળ્યો હતો. ભગવાન શ્રીજીને પોતાના હાથમાં બિરાજમાન કર્યા અને ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર એક પૈડાવાળી સાયકલનું ખૂબ સરસ રીતે બેલેન્સ કર્યું હતું.

આ યુવકે ગણપતિ બપ્પા મોર્યાના નાદ પણ ગૂંજાવ્યા હતા. અને વડોદરાના એરપોર્ટ સર્કલથી હરણી કૃત્રિણ તળાવ સુધી એક પૈડાવાળી સાયકલ ચલાવી અને ભાવવિભોર થઇ શ્રીજીનું વિસર્જન કર્યું. આ યુવકે પોતાની શ્રદ્ધા તો દર્શાવતાણી સાથે પોતાનું ટેલેન્ટ પણ ઉજાગર કર્યું. યુવકે અનોખી રીતે બાપ્પાનું વિસર્જન કર્યું હતું. જે હાલ સમગ્ર વડોદરામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વડોદરાનો રોહિત જોશી નામના યુવકે એક પૈડાની સાઈકલ પર શ્રીજીના વિસર્જન માટે જશે તેવો નિર્ણય લીધો હતો. જેથી આજે રોહિત એરપોર્ટ સર્કલથી હરણી કૃત્રિમ તળાવ સુધી શ્રીજીનું વિસર્જન કરવા ગયો હતો. બંને હાથમાં બાપ્પાની મૂર્તિ પકડી એક પૈડાની સાયકલ પર બેલેન્સ જાળવી રોહિત કરણીના કુત્રિમ તળાવ ખાતે પહોંચી બાપ્પાને ભાવભેર વિદાય આપી હતી. આ એક પૈડાની સાયકલ પર વિસર્જન કર્યા બાદ રોહિત તેના 9માં વર્લ્ડ રેકોર્ડ માટે રજીસ્ટર કરાવવા જશે.

આ પણ વાંચો….અમદાવાદમાં વિઘ્નહર્તાની વિદાયમાં 51 કુંડમાં 5 હજારથી વધુ શ્રીજીનું વિસર્જન કરાયું

Back to top button