- આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને કોર્ટમાં રજૂ કરાયા હતા
- આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહ 9 દિવસના રિમાન્ડ મળ્યા
- આરોપીઓ સારવાર પૂરી પાડવાને બદલે સ્થળ પરથી ફરાર થયા હતાં
વડોદરાના હરણી લેકઝોનની દુર્ઘટનામાં પકડાયેલા આરોપીઓ મોટા માથાના નામ જાહેર કરી શકે છે. જેમાં હરણી બોટ દુર્ઘટનાના મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહ 9 દિવસના રિમાન્ડ મળ્યા છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચની બે ટીમ વડોદરા બહાર તપાસ કરી રહી છે કારણ કે હજુ 9 આરોપીઓ વોન્ટેડ છે.
આ પણ વાંચો: ગુજરાત: 26માંથી 20થી વધારે મતક્ષેત્રોમાં નવા ચહેરાને ભાજપ ટિકિટ આપશે!
આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને કોર્ટમાં રજૂ કરાયા હતા
હરણી લેકઝોનની દુર્ઘટનામાં પકડાયેલા આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને કોર્ટમાં રજૂ કરાયા હતા. આ ગુનામાં પૂછપરછ માટે કોર્ટે બંને આરોપીના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. હરણીના લેકઝોન ખાતે ગત તા.18મીએ બોટ પટલતા 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકા મળી કુલ 14 વ્યક્તિઓએ જાન ગુમાવ્યો હતો. આ ગુનામાં હરણી પોલીસ સ્ટેશને 19 સામે ગુનો નોંધાયો હતો. જેમાં પરેશ રમણલાલ શાહ અને કોર્પોરેશનના પૂર્વ ટાઉન પ્લાનર ગોપાલદાસ પ્રાણલાલ શાહ સહિત કુલ નવ આરોપીઓની ધરપકડ થઈ છે. પરેશ શાહ અને ગોપાલ શાહને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતાં. બંને આરોપીએ લેકઝોન ખાતે કોટિયા પ્રોજેક્ટ શરૂ કરવાનું નક્કી કરાયુ અને પોતાના સગા-સંબંધીઓને પેઢીમાં ભાગીદાર તરીકે રાખી, કોર્પોરેશનમાંથી કોટિયા પ્રોજેક્ટનું ટેન્ડર મેળવી ભાગીદારો પાસે રોકાણ કરાવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાત: એસટી બસના ડ્રાઇવરને રૂ.150ની લાંચ લેવી ભારે પડી
સારવાર પૂરી પાડવાને બદલે સ્થળ પરથી ફરાર થયા હતાં
સ્કૂલના બાળકો પ્રવાસે માટે આવતા હોવાની જાણ છતાં કોઈ પણ પ્રકારના સેફટી અને તરવૈયા હાજર ન રાખી નિષ્કાળજી દાખવી હતી. આ ઉપરાંત ઘટના સમયે પરેશ શાહ સ્થળ પર હાજર છતાં બાળકો તથા શિક્ષકોને બચાવવાની તેમજ અન્ય સારવાર પૂરી પાડવાને બદલે સ્થળ પરથી ફરાર થયા હતાં. બીજી તરફ, હરણી લેકઝોનથી દુર્ઘટનાગ્રસ્ત બોટને હરણી પોલીસ સ્ટેશન ખસેડાઈ છે.