વડોદરાની MS યુનિવર્સિટી વારંવાર વિવાદમાં આવી રહી છે. જેમાં યુનિવર્સિટી કેમ્પસમાં નમાઝ પઢવાની ઘટના સામે આવી છે. તેમાં બોટની વિભાગમાં યુવતી નમાઝ પઢતી નજરે પડતા યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયું છે. તેમાં સેનેટ મેમ્બર્સની ફેકલ્ટી ડીનને કાર્યવાહી કરવા રજૂઆત છે.
આ પણ વાંચો: ગુજરાત: બે દિવસમાં પતંગની દોરીના કારણે 130 લોકો લોહીલુહાણ થયા
યુનિવર્સિટીમાં કેમ વારંવાર આ ઘટના બને છે તેવી ચર્ચા શરૂ
વારંવાર MS યુનિવર્સિટી વિવાદમાં આવી રહી છે. જેમાં યુનિવર્સિટીમાં કેમ વારંવાર નમાઝનું પઠન કરવામાં આવે છે તે એક તપાસનો વિષય છે તેવી ચર્ચા વિદ્યાર્થીઓમાં થઇ રહી છે. શું જાણી જોઈને આ વિવાદ કરાય છે તેવો પણ વિદ્યાર્થીઓ સવાલ કરી રહ્યાં છે. તથા આવી ઘટનાઓ રોકવા માટે યુનિવર્સિટી તંત્ર કેમ નિષ્ફળ રહ્યું છે તે એક મોટો પ્રશ્ન છે. યુનિવર્સિટીમાં નમાજને લઇ હિન્દુ સંગઠનોમાં રોષ છે. થોડા સમય અગાઉ સંસ્કૃત વિભાગનો વીડિયો વાયરલ થયો હતો.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં 12 વર્ષ પછી 1.4 ડિગ્રી તાપમાન
નમાઝ મામલે હિન્દુ સંગઠનમાં રોષ ફેલાયો
એમએસ યુનિવર્સિટીનો નમાઝનો બનાવ હજુ શાંત થયો નથી. ત્યારે યુનિવર્સિટીમાં બીજી ફેકલ્ટીનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં નમાજ પડતા યુવતી નજરે પડી છે. થોડાક સમય પહેલા જ સંસ્કૃત ફેકલ્ટીની સામે નમાજ પડતા વીડિયો વાયરલ થતાં વાતાવરણ ગરમાયું હતું. ત્યારે ફરી MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીની બોટની ડિપાર્ટમેન્ટમાં યુવતીનો નમાઝ પડતો વીડિયો સામે આવતા યુનિવર્સિટીનીનું વાતાવરણ ગરમાયું છે. ત્યારે સેનેટમેમ્બર દ્વારા ફેકલ્ટી ડીનને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તથા નમાઝ મામલે હિન્દુ સંગઠનમાં રોષ ફેલાયો છે.