વડોદરા: ધો. 10ના પરિણામ સામે વિદ્યાર્થીની જિંદગી હારી ગઇ, નાપાસ થતા ભર્યું અંતિમ પગલું
ગઈ કાલે ગુજરાત બોર્ડના ધો. 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ ધાર્યું પરિણામ મેળવ્યું તો વળી કેટલાક વિદ્યાર્થીઓનું ધોરણ 10નું પરિણામ નિરાશાજનક રહ્યું.ખરાબ પરિણામથી હતાશ થયેલા કેટલાક વિદ્યાર્થીઓ આઘાતમાં આવીને ના કરવાનું કરી બેસતા હોય છે. ત્યારે વડોદરા શહેરમાંથી પણ આવી જ ઘટના સામે આવી છે. જેમાં ધો. 10 ની પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે.
પરિણામ સારુ ન આવતા વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
ગઈ કાલે ધો. 10નું પરિણામ જાહેર થયું છે. જેમાં વડોદરામાં રહેતી એક વિદ્યાર્થી બીજી વખત પણ નાપાસ થતા તેણીએ ઘરે સાડીથી ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. વિદ્યાર્થીનીએ પરિણામથી હતાશ થઈને આપઘાત કરી લેતા પરિવારના માથે આભ ફાટ્યું છે.મળતી માહિતી મુજબ વડોદરાશહેરના ડભોઇ રોડ પાસે આવેલી ચાલીમાં 16 વર્ષિય ધર્મિષ્ઠા ગોહિલ તેના પરિવાર સાથે રહેતી હતી. ચાલુ વર્ષે તેણીએ ધો, 10 ની પરીક્ષા બીજી વખત આપી હતી. અને તેને તેના પરિણામને લઈને ખુબ સારી આશા હતી પરંતુ પરિણામ નિરાશાજનક આવતા આઘાતમા આવી ગઈ હતી અને તેણીએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું.
પરિવારમાંગમગીની છવાઇ
પરિણામથી નિરાશ થઈને વિદ્યાર્થીનીએ સાડીથી લોખંડની એંગલે સાડી વડે ગાળિયો બનાવીને ગળે ફાંસો ખાઇ જીવનનું અંતિમ પગલું ભરી દીધું હતુંઆ વાતની જાણ પરિજનોને થતા પરિવારજનોના માથે આભ ફાટ્યું છે. આ સમગ્ર મામલે વાડી પોલીસ મથકને જાણ થતા આગળની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : મોદી સરકારના 9 વર્ષ: સરકારના 10 મોટા નિર્ણયો જેણે દેશનું ચિત્ર બદલી નાખ્યું, લોકો પણ કરે છે વખાણ