Vadodara : પાદરામાં SMCના દરોડા, મહિલા કોર્પોરેટરના પતિની કારમાંથી ઝડપાયો દારુનો જથ્થો
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અલગ અલગ સ્થાઓએ દરોડા પાડીને દારૂ પકડવામાં ખૂબ જ પ્રશંશનિય કામગીરી કરી રહ્યું છે ત્યારે ગઈકાલે વડોદરાના પાદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા જેમાં પાદરા વોર્ડ નંબર-4ની મહિલા કોર્પોરેટર દિપાલી પટેલના પતિની કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. ભાવેશ પટેલ ઉર્ફ લાલુની કારમાંથી 15 પેટી દારુનો જથ્થો સ્ટેટ વિજિલન્સ દ્વારા પકડવામાં આવતો હતો.
આ પણ વાંચો : Surat : ત્રણ નકલી જીએસટી ઓફિસર આવ્યા અને 12 લાખ લઈ ગયા
મળતી માહિતી મુજબ, ખુલ્લા પ્લોટમાં પડેલી કારના કાચ તોડી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારુનો જથ્થો ઝડપ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે 57,360ના મૂલ્યનો ભારતીય બનાવટનો વિદેશી દારુ અને કાર મળી કુલ 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી બુટલેગર ભાવેશ ઉર્ફે લાલુ ફરાર થઈ ગયો છે. જે બાદ સમગ્ર ઘટનાની તપાસ સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જ્યાં પણ સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડા પડે છે ત્યાં સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઊભા થાય છે.