વડોદરામાં બાથરૂમનો દરવાજો બંધ કરતા મોટો ભાઈ પુરાયો હતો. જેમાં 3 વર્ષના બાળકે ઘરનો મુખ્ય દરવાજો પણ લોક કર્યો હતો. તેમજ મુખ્ય દરવાજો લોક કરતા સેન્ટ્રલ લોક થયું હતુ. જેમાં ફાયર વિભાગની મદદથી બાળકને દરવાજો ખોલાયો હતો. તથા અગાસી ઉપરથી ઘરમાં પ્રવેશી દરવાજો ખોલ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: ગેરકાયદેસર વીજ જોડાણ પકડવા ટોરેન્ટ પાવરે સંવેદનશીલ વિસ્તારમાં દરોડા પાડ્યા
ત્રણ વર્ષના પુત્રએ દરવાજો બંધ કરી દીધો
શહેરના માંજલપુર વિસ્તારના વ્રજભૂમિ કોમ્પલેક્ષમાં આ ઘટના બની હતી. તેમાં ત્રણ વર્ષના બાળકે બાથરૂમનો દરવાજો બંધ કરતાં મોટો ભાઈ પુરાયો હતો. જેમાં ફાયર બ્રિગેડની મદદ લેવાયા બાદ ઘરનો મુખ્ય દરવાજો અને બાથરૂમનો દરવાજો ખોલાયો હતો. મમતાબેન પોતાના 12 વર્ષ અને ત્રણ વર્ષના પુત્રને મૂકી સામાન લેવા ગયા હતા. દરમિયાન 12 વર્ષનો પુત્ર બાથરૂમમાં ગયો હતો ત્યારે ત્રણ વર્ષના પુત્રએ દરવાજો બંધ કરી દીધો હતો. સાથે તેણે મુખ્ય દરવાજો લોક કરી દેતા સેન્ટ્રલ લોક થઈ ગયું હતું. ફાયર બ્રિગેડને જાણ કરતા અગાસી ઉપર જઈ ઘરમાં પ્રવેશી દરવાજા ખોલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: હેલ્થ વર્કરો ખાતાકીય પરીક્ષાનો બહિષ્કાર કરશે
5 મિનિટમાં ફાયરબ્રિગેડની ટીમે બાળકોને બહાર કાઢ્યા
પડોશીએ ફાયરબ્રિગેડને ઘટના વિશે જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી હતી. જેમાં ફાયરબ્રિગેડની ટીમે ગ્રાઉન્ડ ફ્લોર પર સીડી મૂકી ત્રીજા માળે મામતાબેનના મકાનની બાલ્કનીમાં પહોંચ્યા હતા અને બાથરૂમનો દરવાજો ખોલવા સાથે મુખ્ય દરવાજો અંદરથી ખોલ્યો હતો. મામતાબેને બંને પુત્રને સહી સલામત જોતા જ તેઓને હાશકારો થયો હતો. માત્ર 5 મિનિટમાં ફાયરબ્રિગેડની ટીમે બાળકોને બહાર કાઢતા કોમ્પલેક્ષના લોકોએ ટીમની સરાહના કરી હતી.