30 કિમી સુધી પીછો કરી 3 રોમિયોને પકડી પાડતી વડોદરા ‘She Team’


ગુજરાતમાં મહિલા સુરક્ષાના મોટા દાવા વચ્ચે અવારનવાર મહિલાઓ સાથે છેડતીના કિસ્સા બનતા હોય છે ત્યારે આવી જ એક ઘટના વડોદરામાં બની હતી. વડોદરા શહેરમાં ઓટોરિક્ષામાં જઈ રહેલી એક યુવતીને બાઇક પર સવાર 3 રોમિયોએ હેરાન કરી હતી ત્યારે યુવતીએ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને લોકોને વિડીયો શેર કરવા માટે અપીલ કરી હતી.
આ પણ વાંચો : સાહેબે બહુ પ્રયત્ન કર્યા, પણ મંત્રીજી કે PA એ સામે ન જોયું
વડોદરા શહેરમાં મહિલાનો પીછો કરનાર ત્રણ રોમિયો ને તાત્કાલિક શોધીને કાર્યવાહી કરતી વડોદરા શહેર શી ટીમ.@dgpgujarat @GujaratPolice @tv9gujarati @CMOGuj @HMOIndia @HMofficeGujarat @InfoGujarat @sanghaviharsh @Harsh_Office @narendramodi @Shamsher_IPS @DDNewsGujarati pic.twitter.com/tN0fpnqNqK
— Vadodara City Police (@Vadcitypolice) February 1, 2023
ત્યારબાદ યુવતીએ પોલીસની મદદ માંગતા વડોદરા પોલીસની શી ટીમે 30 કિમી સુધી બાઇક પર સવાર 3 રોમિયોનો પીછો કરીને ત્રણેયને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની બાઇક ડિટેન કરી હતી. વડોદરા પોલીસ સમગ્ર ઘટનાનો વિડીયો ટ્વિટર પર શેર કર્યો હતો અને ત્રણેય રોમિયો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા પોલીસની કામગીરીની પ્રશંસા કરતો વિડીયો યુવતીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને વડોદરા પોલીસનો આભાર માણ્યો હતો.