વડોદરા RTOને વર્ષ 2022માં રૂા.303 કરોડની જંગી આવક થઈ છે. જેમાં અડધા કરોડ ઉપરાંતની કિંમતની 329 વૈભવી કાર્સની ખરીદી લોકોએ કરી છે. તથા શહેરમાં રૂા.3 કરોડની મર્સિડીઝ બેન્ઝ મેબેક જી-ક્લાસ અને લેમ્બોર્ગિની પણ ફરે છે. જેમાં રૂ.3 કરોડની મર્સિડીઝ બેન્ઝ મેબેક જી-ક્લાસ સામેલ છે.
આ પણ વાંચો: ઉત્તરાયણ: 14 જાન્યુઆરીએ વિચિત્ર સંયોગ સર્જાશે, જાણો શું થશે અસર
રૂ.3 કરોડની મર્સિડીઝ બેન્ઝ મેબેક જી-ક્લાસ લેવાઇ
ઉલ્લેખનીય છે કે 2022ના વર્ષ દરમિયાન દરજીપુરા આરટીઓને રૂ.303 કરોડની જંગી આવક થઈ હતી. ગતવર્ષે અડધા કરોડની કિંમતની 329 વૈભવી કાર્સની ખરીદી થઈ હતી. જેમાં રૂ.3 કરોડની મર્સિડીઝ બેન્ઝ મેબેક જી-ક્લાસ છે. RTOને ગતવર્ષે 1લી જાન્યુઆરીથી 31 ડિસેમ્બર દરમિયાન લાઇસન્સ અને ટેસ્ટ સહિતના વિવિધ કામની ફી તથા ટેક્સની અંદાજે રૂ.303 કરોડની જંગી આવક થઈ છે.
આ પણ વાંચો: દિલ્હીમાં અકસ્માતને નજરે જોનારે કર્યા ચોંકાવનારા ખુલાસા, કહ્યું છોકરીનું માથું…
સાડા ત્રણ કરોડની બેન્ટલી કાર પણ શહેરના માર્ગો પર ફરે છે
RTO કચેરીને રૂ.22.01 કરોડની આવક રોકડ, રૂ.274 કરોડની આવક ઓનલાઇન પેમેન્ટ અને ડીડી જેવા પેમેન્ટ થકી રૂ.6.82 કરોડની આવક થઈ હતી. 2021ની સરખામણીમાં આરટીઓની આવકમાં 2022માં રૂ.56.61 કરોડનો વધારો થયો હતો. બીજી તરફ, શહેરમાં 2022 દરમિયાન અડધા કરોડ ઉપરાંતની કિંમતની 329 વૈભવી કાર્સની ખરીદી થઈ હતી. આ તમામ કાર્સનું રજિસ્ટ્રેશન વડોદરા આરટીઓમાં થયું છે. જેમાં રૂ.3 કરોડની મર્સિડીઝ બેન્ઝ મેબેક જી ક્લાસ અને લેમ્બોર્ગિનીનો સમાવેશ થયો છે. સાડા ત્રણ કરોડની બેન્ટલી કાર પણ શહેરના રાજમાર્ગો પર ફરે છે.