ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરાવાસીઓ આનંદો! એરપોર્ટ ખાતે કસ્ટમ એન્ડ ઇમિગ્રેશનની સુવિધાને મળી લીલીઝંડી

Text To Speech

વિદેશ જતા મુસાફારો માટે સારા સમાચાર મળી રહ્યા છે. વડોદરા એરપોર્ટ પર વધુ એક આંતરરાષ્ટ્રીય સુવિધા શરુ કરવામા આવશે. વડોદરા એરપોર્ટ ખાતે કસ્ટમ એન્ડ ઇમિગ્રેશનની સુવિધાને લીલીઝંડી મળી ગઇ છે. જેનો લાભ વિદેશ જતા હજારો મુસાફરોને થશે.

વડોદરા એરપોર્ટ ખાતે કસ્ટમ એન્ડ ઇમિગ્રેશનની સુવિધા

વડોદરા એરપોર્ટ પર વધુ એક આંતરરાષ્ટ્રીય સુવિધા શરુ કરવામા આવશે. વડોદરા એરપોર્ટને કસ્ટમ અને ઇમિગ્રેશનની સુવિધા માટે લીલીઝંડી મળી ગઈ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગઈ કાલે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે અમિત શાહે આ સુવિધા માટે ભારતીય રાજપત્ર ઘોષિત કર્યો હતો. અમિતશાહે પોતાની વડોદરા મુલાકાત દરમિયાન વડોદરાને આ ભેટ આપી હતી. એરપોર્ટ પર આ સુવિધાની શરૂઆત થતા વડોદરા એરપોર્ટથી વિદેશ જતાં મુસાફરોને તેમના સામાનનું કસ્ટમ ઇમિગ્રેશન ક્લિયરન્સ મળી શકશે.

વડોદરા એરપોર્ટ -humdekhengenews

રનવે ટૂંકો હોવાથી મોટી ફ્લાઇટ લેન્ડ થઈ શકતી નથી

ઉલ્લેખનીય છે કે વડોદરા એરપોર્ટ પરનો રનવે ટૂંકો હોવાથી કેનેડા કે અમેરિકાની મોટી ફ્લાઇટ લેન્ડ થઈ શકતી નથી જેના કારણે વડોદરાથી એક પણ વિદેશની ફ્લાઇટ ઓપરેટ થતી નથી. એરપોર્ટનો ટૂંકો રન-વે હવે હાઇવે અને રહેણાકની વચ્ચે અટવાયો છે. જેના કારણે સમસ્યા ઉભી થઈ રહી છે. ત્યારે વડોદરા એરપોર્ટ ખાતે કસ્ટમ એન્ડ ઇમિગ્રેશનની સુવિધાને લીલીઝંડી મળતા એરપોર્ટ પરના રન વે પરથી હવે ગલ્ફ કન્ટ્રીના એરક્રાફ્ટની આવન જાવન શકશે.

વડોદરા એરપોર્ટ -humdekhengenews

સાંસદ રંજનબેન ભટ્ટે માન્યો આભાર

વડોદરા એરપોર્ટ ખાતે આ આંતરરાષ્ટ્રીય સુવિધાને મંજૂર કરવા બદલ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક વિમાનન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો : હવે શાકભાજી ખાવા વધારે પૈસા ખર્ચવા પડશે, કમોસમી વરસાદના કારણે 80% નુકસાન

Back to top button