ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર જાણે શરૂ થઇ ગયો છે. ત્યારે પ્રતિબંધીત ચાઇનીઝ દોરી પણ પતંગ બજારોમાં ચોરી છુપીથી વેચાઇ રહી છે. ત્યારે પોલીસે 14 દિવસમાં જ કુલ રૂપિયા 13.58 લાખની ચાઇનીઝ જપ્ત કરી છે. તથા જિલ્લામાંથી ચાઇનીઝ દોરાની 4355 રીલ, 72 ફીરકી પકડાઈ છે. તથા રાયપુરા, મહુવડ, ડભાસા, પલાસવાડા, જાસપુર, સાવલીમાંથી 7 લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતની જાણીતી ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનું રેગિંગ
પોલીસે કુલ સાત શખસોની અટકાયત કરી
વડોદરા જિલ્લામાં 14 દિવસમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનાની 4355 રીલ અને 72 ફીરકી મળી પોલીસે કુલ રૂ.13.58 લાખનો જથ્થો પકડયો છે. 22 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી LCB, SOG,વડુ, પાદરા અને તાલુકા પોલીસે કુલ સાત શખસોની અટકાયત કરી હતી.
22 ડિસે.ના રાયપુરામાંથી આદીલ મેમણ 282 નંગ ચાઇનીઝ રીલ પકડાઇ
ચાઇનીઝ દોરાતા કેસની વાત કરીએ તો 22 ડિસે.ના રાયપુરામાંથી આદીલ મેમણ 282 નંગ ચાઇનીઝ રીલ, 29 ડિસે.ના મહુવડમાંથી સદામ દીવાન, ઈમરાન દીવાનને 3072 રીલ સાથે તથા ૩ જાન્યુઆરીએ ડભાસામાંથી મેહુલ પટેલને 161 તેમજ 4 જાન્યુઆરીના રોજ પલાસવાડામાંથી અહેમદ ગોલાવાલા 420 રીલ, જાસપુરમાંથી કૌશલ મહેશ્વરીને 340, રાયપુરામાંથી અશ્વિન ચૌહાણ 80 રીલ તથા 5 જાન્યુઆરીએ સાવલીમાંથી બુરહાનુદીન રાજાને ચાઇનીઝ દોરીની 72 ફીરકી સાથે અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીના 71 મા દીક્ષાંત સમારોહમાં શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે કહી ખાસ વાત
ચાઇનીઝ દોરાની 4355 રીલ અને 72 ફીરકીઓ પકડાઈ
શહેરમાં ચાઇનીઝ દોરાને કારણે નવા વર્ષના પ્રારંભે બે નિર્દોષ રાહદારીઓએ જાન ગુમાવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરાના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. શહેર-જિલ્લામાં ચાઈનીઝ દોરાનો ગેરકાયદે વેપલો કરતા વેપારીઓ સામે પોલીસે લાલઆંખ કરી છે. જિલ્લામાં વિવિધ સ્થળે ચાઇનીઝ દોરા વેચનાર શખસોને પકડવા પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. છેલ્લાં 14 દિવસમાં રાયપુરા, મહુવડ, ડભાસા, પલાસવાડા, જાસપુર અને સાવલીમાંથી ચાઇનીઝ દોરાની 4355 રીલ અને 72 ફીરકીઓ પકડાઈ છે. 22 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી LCB, SOG, વડુ, પાદરા અને તાલુકા પોલીસે કુલ સાત શખસોની અટકાયત કરી છે. પોલીસે કરેલા સાત કેસમાં રૂ.13.85 લાખના ચાઇનીઝ દોરા સાથે કુલ રૂ.20.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.