ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંઘને ગ્રેડ અને રેન્કના પ્રમોશન, અમદાવાદ સીપી બને તેવી શક્યતા

Text To Speech

રાજ્યમાં વધુ એક આઈપીએસ અધિકારીને પ્રમોશન મળ્યું છે. વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંઘને ગ્રેડ અને રેન્કના પ્રમોશન આપવામાં આવ્યા છે. તેઓ પાસે હાલમાં ADGP નો રેન્ક છે પણ હવે પ્રમોશન મળતાની સાથે તેઓ DGP બની ગયા છે જો કે આ રેન્ક મળ્યા બાદ પણ હાલમાં તેઓ વડોદરા પોલીસ કમિશનર પદ ઉપર જ યથાવત રહેવાના છે પણ, આગામી દિવસોમાં તેમને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવે તેવી શક્યતા છે.

1991ની બેચના IPS અધિકારી

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પ્રમોશન મેળવનાર શમશેરસિંઘ 1991ની બેચના IPS અધિકારી છે. તેઓ મૂળ હરિયાણાના છે અને તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હીમાંથી મેનેજમેન્ટમાં પીએચડી કર્યું છે. વડોદરા પોલીસ કમિશનર બન્યા પહેલા જ તેમને ADGPનું પ્રમોશન મળી ગયું હતું ત્યારે તેઓ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ક્રાઈમના ADGP હતા. આ પદભાર તેમણે 2020 સુધી સંભાળ્યો હતો.

શા માટે અમદાવાદના પોલીસ કમિશનર બની શકે ?

રાજ્યના IPS અધિકારીઓની 1991 થી 1995ની બેચની પ્રમોશન અંગેની બેઠક તાજેતરમાં મળી હતી. જેમાં માત્ર શમશેરસિંઘને પ્રમોશન આપવાનું નક્કી થયા બાદ આજે આ અંગે જાહેરાત કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં એપ્રિલ મહિનામાં અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વય નિવૃત્ત થવાના છે. તેમના બાદ સિનિયર IPS તરીકે આવતા વિકાસ સહાય અમદાવાદના પોલીસ કમિશનર બને પરંતુ તેઓને આશીષ ભાટીયા બાદ ઇન્ચાર્જ ડીજીપી બનાવાયા છે ત્યારે શમશેરસિંઘનું અમદાવાદ સીપી બનવું નક્કી છે.

Back to top button