ગુજરાત

PMનું યુવા સંસ્કાર અભ્યુદય શિબિરમાં સંબોધન, યુવાનોના સામર્થ્યની પ્રશંસા કરી કહ્યું વિશ્વના ત્રીજા સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમનું નેતૃત્વ યુવાનો કરે છે

Text To Speech

સ્વામિનારાયણ મંદિર કુંડલધામ અને સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ વડોદરા દ્વારા કારેલીબાગ ખાતે ‘યુવા શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધિત કર્યા. વર્ચ્યુઅલી સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જય સ્વામિનારાયણ બોલી સંબોધન શરૂ કર્યું હતું. PMએ કહ્યું કે ‘સંસ્કાર શિબિરથી સમાજનો ઉદય થાય છે. ભારત ભવિષ્ય માટે નેતૃત્વ કરી રહ્યું છે. આપણે પૂરી માનવતાને યોગનો રસ્તો દેખાડી રહ્યાં છીએ. આજે દેશમાં સરકારના કામકાજ કરવાની રીત બદલાઇ છે. સમાજની સોચ પણ બદલાઇ છે અને સૌથી ખુશીની વાત એ છે જનભાગીદારી પણ વધી છે. આજે ભારત વિશ્વનું સૌથી ત્રીજા નંબરની સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ છે કે જેનું નેતૃત્વ યુવાઓ જ કરી રહ્યાં છે.’

શુદ્ધ બુદ્ધિ અને માનવીય સંસ્કાર પોતાની સાથે-સાથે અન્યનું પણ કલ્યાણ કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સંસ્કાર અભ્યુદય કાર્યક્રમો દ્વારા સ્વનિર્માણ, ચરિત્ર નિર્માણનું ખૂબ મોટું અનુષ્ઠાન ચલાવી રહ્યાં છે. આપણી માટે સંસ્કારનો અર્થ છે શિક્ષા, સેવા અને સંવેદનશીલતા. આપણી માટે સંસ્કારનો અર્થ છે સમર્પણ, સંકલ્પ અને સામર્થ.’ આપણે સફળતાના શિખરોને સ્પર્શ કરીએ પણ આપણી સફળતા તમામની સેવા માટેનો ઉદ્દેશ બને. આ જ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાનો સાર છે. અને આ જ ભારતના લોકોનો સહજ સ્વભાવ પણ છે.’

આજે ભારત વિશ્વનું સૌથી ત્રીજા નંબરની સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ છે કે જેનું નેતૃત્વ યુવાઓ જ કરી રહ્યાં છેઃ વડાપ્રધાન મોદી

PM મોદીએ કહ્યું કે, ‘મને પણ એમ થાય છે કે, ‘આજે તમે ગુજરાતના ખૂણે-ખૂણેથી આવ્યા છો ત્યારે ખૂબ મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ મારી નજરે ચડે છે ત્યારે મને પણ એમ થાય કે વડોદરા રૂબરૂ ગયો હોત તો સારું થાત. તમને બધાને રૂબરૂ મળ્યો હોત તો વધારે મજા આવત. પણ સમયની મુશ્કેલી હોય છે, સમયના બંધનો હોય છે જેના કારણે પહોંચાતુ નથી હોતું. કારણ કે વડોદરા મને ખાસો સમય વિતાવવાનો મને મોકો મળ્યો છે. મારી માટે તો ગર્વની વાત છે કે વડોદરા અને કાશીએ બંનેએ મને એકસાથે MP બનાવ્યો.’

પ્રદેશ અધ્યક્ષ પાટીલ હાજર રહ્યાં
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયા તથા વડોદરાના મેયર કેયુર રોકડિયા આ પ્રસંગે હાજરી આપી હતી. આ સંગીતના કાર્યક્રમને દેશવિદેશના હજારો હરિભક્તોએ માણ્યો હતો. તા.20/5/2022ના રોજ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયા તથા વડોદરાના મેયર કેયુર રોકડિયા આ પ્રસંગે હાજરી આપી હતી

શિબિરનો હેતુ એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત બનાવવાનો
શિબિરનો હેતુ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં વધુ યુવાનોને સામેલ કરવાનો છે. તેમજ  એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત વગેરે પહેલો દ્વારા નવા ભારતના નિર્માણમાં યુવાનોને ભાગીદાર બનાવવાનો પણ ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. આ જ્ઞાનયજ્ઞમાં બાળકો, યુવકો, વડીલો, ભાઈઓ, બહેનો સૌ કોઈને આધ્યાત્મિક-પારિવારિક પોષણ મળી રહે એ માટે સતત સાત દિવસ વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંતો ભક્તો દ્વારા કથા,વાર્તા, જ્ઞાનગોષ્ઠિ,પ્રેઝન્ટેશન સહિત અનેકવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ઘનશ્યામ મહારાજના 18મો પાટોત્સવ
વડોદરામાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવ નિમિત્તે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞના વક્તા જ્ઞાનજીવનદાસજી સ્વામીએ શ્રીહરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરની કથામાં હજારો દેશ-વિદેશના ભક્તજનોને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા. આ જ્ઞાનયજ્ઞના ત્રીજા દિવસે જ્ઞાનજીવનદાસજી સ્વામી તથા સંતો દ્વારા સત્સંગ કથાનો લાભ ભક્તોને પ્રાપ્ત થયો હતો તેમજ રાત્રે 9 વાગ્યે મુંબઇના પ્રસિધ્ધ સમર્પણ ફ્યુઝન બેન્ડનો ધમાકેદાર સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો.

કથામાં હજારો દેશ-વિદેશના ભક્તજનોને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા
Back to top button