ગુજરાતટ્રેન્ડિંગ

વડોદરા: ઇ કેવાયસી માટે લોકો પાસેથી રૂપિયા લેતો ઓપરેટર ACBના હાથે ઝડપાયો

Text To Speech
  • રૂપિયા પડાવતો કોમ્ય્યુટર ઓપરેટર લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોએ ઝડપી પાડયો
  • નાગરિકોને મફતમાં ઇ કેવાયસી કરી આપવાનું હોવા છતાં રૂપિયા લેતા
  • હિમાંશુ પટેલે ઇ કેવાયસી કરીને રૂ.૨૦ પડાવતાં જ એસીબીએ તેને ઝડપી પાડયો

વડોદરામાં વાઘોડિયા તાલુકામાં રેશનકાર્ડમાં ઇ કેવાયસી કરાવવા માટે લોકો પાસેથી રૂપિયા પડાવતો કોમ્ય્યુટર ઓપરેટર લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોએ ઝડપી પાડયો છે.

એક ઇ કેવાયસી માટે રૂ.૫ તેમજ સ્ટેશનરી માટે રોજ રૂ.૬૦ ખર્ચ

રેશનકાર્ડમાં ઇ કેવાયસી કરાવવું ફરજિયાત હોવાથી લોકોનો ભારે ઘસારો રહે છે. ગ્રામ પંચાયતમાં ઇ કેવાયસી કરાવવા માટે સરકાર દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરને એક ઇ કેવાયસી માટે રૂ.૫ તેમજ સ્ટેશનરી માટે રોજ રૂ.૬૦ ખર્ચ આપવામાં આવે છે. પરંતુ કેટલાંક ઓપરેટરો ઇ કેવાયસી કરાવવા માટે આવનાર નાગરિકોને મફતમાં ઇ કેવાયસી કરી આપવાનું હોવા છતાં લોકો પાસેથી પૈસા પડાવતા હોવાની ફરિયાદો એસીબી પાસે આવી હતી.

હિમાંશુ પટેલે ઇ કેવાયસી કરીને રૂ.૨૦ પડાવતાં જ એસીબીએ તેને ઝડપી પાડયો

વાઘોડિયા તાલુકાના મઢૂલી ગામની પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર હિમાંશુ જગદીશભાઇ પટેલ (રહે.કડધરા તા.ડભોઇ)ને એક એન્ટ્રીના સરકાર પૈસા આપતી હોવા છતાં ગ્રામજનો પાસેથી રૂ.૨૦ પડાવે છે તેવી માહિતીના આધારે વડોદરા એસીબી દ્વારા ડીકોઇ છટકું ગોઠવવામાં આવ્યું હતું. એક શખ્સને તૈયાર કરી તેને પંચાયત ઓફિસમાં મોકલવામાં આવ્યો હતો. હિમાંશુ પટેલે ઇ કેવાયસી કરીને રૂ.૨૦ પડાવતાં જ એસીબીએ તેને ઝડપી પાડયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ, ગાજવીજ સાથે માવઠાની આગાહી

Back to top button