ગુજરાતટ્રેન્ડિંગ

વડોદરા: વેપારી પાસેથી ફોરેક્સ ટ્રેડિંગના નામે ઓનલાઇન ઠગોએ રૂ. 1 કરોડ પડાવ્યા

Text To Speech
  • ફેસબુક પર અમીના ઘોષલના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી
  • શરૂઆતમાં 20,000 રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતુ
  • 1 કરોડના ઇન્વેસ્ટમેન્ટની સામે 2 કરોડથી વધુ રકમનું બેલેન્સ

ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડીના સંખ્યાબંધ બનાવો બની રહ્યા છે ત્યારે વડોદરાના એક યુવાન વેપારીએ ફોરેક્સ ટ્રેડિંગના નામે એક કરોડ ગુમાવ્યા હોવાનો વધુ એક બનાવો બનતા સાયબર સેલે તપાસ હાથ ધરી છે.

ફેસબુક પર અમીના ઘોષલના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી

મુજમહુડા વિસ્તારના સામ્રાજ્ય બંગ્લોઝ ખાતે રહેતા ઉપેનભાઈ ઠક્કરે પોલીસને કહ્યું છે કે, મને ફેસબુક પર અમીના ઘોષલના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતા મેં સ્વીકારી હતી. ત્યારબાદ તેણે મારો મોબાઇલ નંબર મેળવી વોટ્સએપ પર સંપર્ક કર્યો હતો. અમીનાના નામે વાત કરતી વ્યક્તિએ મને કહ્યું હતું કે, તે પોતે ફોરેક્સમાં ટ્રેડિંગ કરે છે અને સારી એવી આવક મેળવે છે. જો તમને ઈચ્છા હોય તો તમને પણ સારું ફાયદો થઈ શકશે. ત્યારબાદ મારું ઓનલાઈન એક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં 20,000 રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતુ.

એકાઉન્ટમાં 1 કરોડના ઇન્વેસ્ટમેન્ટની સામે 2 કરોડથી વધુ રકમનું બેલેન્સ

વેપારીએ પોલીસને કહ્યું છે કે, અમીનાએ રમેશભાઈ નામનો એક મેન્ટોર આપ્યો હતો અને વારંવાર ટ્રેડિંગ કરાવી રમેશના નામે કમિશન ટ્રાન્સફર કરાવવામાં આવતું હતું. આ વળતરની રકમ ક્યારેક 12,00,000 તો ક્યારેક 3600000 સુધી પહોંચતી હતી. મારા એકાઉન્ટમાં 1 કરોડના ઇન્વેસ્ટમેન્ટની સામે 2 કરોડથી વધુ રકમનું બેલેન્સ દેખાતું હતું. પરંતુ આ રકમ ઉપાડવા જતા મારી પાસે લેટ પેમેન્ટ ફી તેમજ અન્ય નામે વધુને વધુ રકમની માંગણી કરવામાં આવતી હતી. જેથી મારી સાથે ઠગાઈ થઈ હોય તેમ જણાઈ આવતા સાયબર સેલને ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો: વડોદરા નજીક કામરોલ ગામે મહિલાને વિશ્વામિત્રી નદીમાં મગર ખેંચી ગયો

Back to top button