ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડોદરા : વાઘોડિયામાં 4 વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનામાં એકનું મૃત્યુ, 7 આરોપીની ધરપકડ

Text To Speech
  • સ્થાનિક લોકોએ ચાર વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો હતો
  • ધાર્મિક સ્થળ પાસે બુટ-ચંપલ પહેરીને નહીં આવવા ચેતવણી આપી
  • આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે એક દિવસનો રિમાન્ડ મેળવ્યા

વડોદરાના વાઘોડિયા તાલુકામાં પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદેશી વિદ્યાર્થીઓને લીમડા ગામના તળાવ નજીક ધાર્મિક સ્થળ પાસે બુટ-ચંપલ પહેરીને નહીં આવવા ચેતવણી આપી હતી.

હાલ આ મામલે સાત આરોપીઓની ધરપકડ કરી

જોકે તેમ છતાં વિદેશી વિદ્યાર્થીઓએ આવું કરતાં સ્થાનિક લોકોએ ચાર વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો હતો. આ ઘટનામાં એક વિદેશી વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યું, જ્યારે અન્ય ત્રણની સ્થિતિ ગંભીર છે. હાલ આ મામલે સાત આરોપીઓની ધરપકડ કરી છે.

જાણો શું છે સમગ્ર મામલો

પ્રાપ્ત માહિતી મુજબ લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગ, કાર્ડિયોલોજી અને બીસીએમાં અભ્યાસ કરતા તેમજ હોસ્ટેલમાં રહેતા થાઈલેન્ડ, યુકે, મોઝામ્બિક અને સાઉથ સુદાનના ચાર વિદ્યાર્થીઓ ધુળેટીની સાંજે ઈન્ફિનિટિ હોસ્ટેલની પાછળ ગામના તળાવ કિનારે ફરવા માટે ગયા હતાં. તેઓ બુટ, ચંપલ પહેરીને તળાવ કિનારે આવેલી એક ધાર્મિક સ્થળ નજીક જતાં, ત્યાં હાજર એક શખસે બુટ, ચંપલ પહેરીને કેમ આવો છો? તેમ કહ્યા બાદ ભાષાની ગેરસમજ થતાં ઝઘડો થયો હતો.

આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે એક દિવસનો રિમાન્ડ મેળવ્યા

આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અન્ય લોકો ભેગા થઈ ગયા હતા અને લાકડી, બેટ જેવા મારક હથિયારોથી ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણની સ્થિતિ હજુ ગંભીર છે. આ અંગે યુનિવર્સિટીના કર્મચારી અશોક નંદેસીંગ રાજપુતે અજાણ્યા શખસો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી હતી જે પૈકી પાંચ મુખત્યાર મહંમદ રાજમહંમદ શેખ, રાજેશ વસાવા, રવિ વસાવા, સ્વરાજ વસાવા અને પ્રવિણ વસાવાને કોર્ટમાં રજૂ કરી પોલીસે એક દિવસનો રિમાન્ડ મેળવ્યા હતા.

આ પણ વાંચો: વડોદરા નજીક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમાડો છવાયો

Back to top button