વડોદરા : બુલેટ ટ્રેનના બ્રિજની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના, ક્રેન તૂટતા મજૂરો દટાયા,એકનું મોત, 7 ઇજાગ્રસ્ત
વડોદરાના કરજણ પાસે બુલેટ ટ્રેન બ્રિજના બાંધકામ દરમિયાન ક્રેઈન તૂટી પડતા એકનું મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં પાંચથી વધુ કામદારો દટાયા હતા, જેમાંથી 4ને બચાવી લેવાયા છે અને એક કામદારનું મોત થયું છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ભંયકર અકસ્માત
પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં સવારે નેશનલ હાઇ-સ્પીડ રેલ કોરિડોરના નિર્માણ સ્થળે ગેન્ટ્રી ક્રેન તૂટી પડી હતી, આ ઘટનામાં એક મજૂરનું મોત થયું હતું અને અન્ય 7 લોકો ફસાયા હતા.જેમની બચાવી લેવામાં આવ્યા છે આ સાત શ્રમિકને ઇજા પહોંચતા કરજણ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. જેમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાના અહેવાલ છે.
પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
આ ઘટનાને પગલે ક્રેન નીચે ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે વડોદરા ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને એક કામદારનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાની પુષ્ટિ કરી હતી. અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.આ સાથે જ આ ઘટાના અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ ધારાસભ્ય અક્ષય પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.
આ પણ વાંચો : રાજકોટ: શંકાસ્પદ સીરપને લઇને મોટો ખુલાસો, ભાજપના 2 આગેવાનો સહિત કુલ 6 લોકો સામે નોંધાયો ગુનો
એલિવેટેડ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર ચાલી રહ્યું છે બાંધકામ
આ ઘટના ત્યારે બની જ્યારે એલિવેટેડ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર બાંધકામ ચાલી રહ્યું હતું જે મુંબઈને અમદાવાદ સાથે જોડશે . આ સ્ટ્રેચનું બાંધકામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાયન્ટ L&T દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેને NHSRCL દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.
10 મજૂરો ક્રેનની નીચે કામ કરી રહ્યા હતા અને અચાનક ક્રેન તૂટી
એક અધિકારીના જણાવ્યા અનુસાર, લગભગ 10 મજૂરો ક્રેનની નીચે કામ કરી રહ્યા હતા જ્યારે તે “ક્રેન તૂટી પડી અને તેનું લોન્ચર નીચે લાવ્યું”. જ્યારે એક કામદાર જે ક્રેન હેઠળ હતો તે કચડીને મૃત્યુ પામ્યો હોવાનું કહેવાય છે, જ્યારે અન્ય છ લોકો કાટમાળ નીચે ફસાયા હોવાનું કહેવાય છે. જો કે ક્રેન ક્યાં કારણે અચાનક ધરાશાયી થઇ તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો : કુમાર કાનાણીએ વધુ એક વાર પિત્તો ગુમાવ્યો : મોબાઈલમાં વ્યસ્ત TRB જવાનને જાહેર રસ્તે ખખડાવી નાખ્યો