વડોદરા: વિદ્યાર્થીનીઓને અશ્લીલ વિડીયો બતાવનાર લંપટ આચાર્ય સસ્પેન્ડ
વડોદરાના પાદરાની શાળામાં આચાર્યએ બાળકીઓને અશ્લીલ વીડિયો બતાવ્યા હોવાની ઘટના સામે આવ્યો હતો. સાથે જ આચાર્ય દારુ પીધેલી હાલતમાં હોવાનો પણ આક્ષેપ લગાવાઈ રહ્યો છે આ વાતની જાણ પરિજનોને થતા તમામ લોકો દ્વારા આચાર્યને મેથીપાક ચખાડી પોલીસમાં સોંપવામાં આવ્યો હતો. ત્યારે આ મામલામાં આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવી છે. લંપટ આચાર્યને સસ્પેન્ડ કરી દીધાના અહેવાલ પણ સામે આવ્યા છે.
વિદ્યાર્થીનીઓને અશ્લીલ વિડીયો બતાવનાર આચાર્ય સસ્પેન્ડ
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળાની વિદ્યાર્થિનીઓને અશ્લીલ વીડિયો બતાવવાનવા મામલામાં આચાર્ય મહેન્દ્ર જાદવ સામે કાર્યવાહી કરવામા આવી છે. આચાર્યને સસ્પેન્ડ કરી દેવાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. એટલું જ નહીં તેની સામે પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટને પગલે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગીરની ગલીઓમાં દીપડાનો હાહાકાર ! આદમખોર દીપડાએ 24 કલાકમાં 3 લોકો પર કર્યો હુમલો
જાણો શું છે સમગ્ર મામલો
14મી ઓગસ્ટે વડોદરાના પાદરાના અભોર ગામની શાળાના આચાર્ય સામે વિદ્યાર્થીઓના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો હતો પરિવારજનોએ શિક્ષક રોજ શાળામાં દારૂ પીને આવતા હોવાના આક્ષેપ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે શાળાની બાળકીઓ સફાઈના કરવા માટે શાળાના પાછળના ભાગમાં આવેલી ત્યાં આ લંપટ શિક્ષકે બાળકીઓને ફોનમાં અશ્લીલ વિડીયો બતાવ્યા હતા. જો કે આ સમગ્ર મામલો ગ્રામજનો સુધી પહોંચતા ગ્રામજનો શાળામાં આવી પહોંચ્યા હતા. અને રોષે ભરાયેલા ગ્રામજનોએ આજે 15મી ઓગસ્ટે સ્કૂલમાં ધ્વજ વંદન કાર્યક્રમ બાદ લંપટ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. આ મામલામાં આચાર્ય સામે પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : દીપડાને લઈ હિંમતનગર પંથકમાં ફફડાટ, પોલીસ હેડક્વાર્ટર અને ક્લેકટર નિવાસ નજીક જોવા મળી ચહલપહલ