વડોદરા : યુવકને તલવારથી બર્થડેની કેક કાપતો વીડિયો મૂકવું ભારે પડ્યુ


- વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો
- પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે
- યુવકનું નામ ક્રિસ રાજેશભાઈ મુલાણી
વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક નાગરિકે આવીને ઇન્સ્ટાગ્રામ રીલ પોલીસ સ્ટાફને બતાવી હતી. જે રિલમાં દેખાતો યુવક હાથમાં તલવાર લઈને પોતાના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળતો હતો. જેથી પોલીસે તપાસ કરતા આ યુવકનું નામ ક્રિસ રાજેશભાઈ મુલાણી હોવાનું જાણવા મળ્યું હતું.
વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો
પોલીસે તેને બોલાવી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ વીડિયો તારીખ 13-3-2024 નો મારા જન્મદિવસનો છે અને તે દિવસે મેં તલવારથી મારા જન્મદિવસની કેક કાપી હતી. આ બનાવનો વીડિયો બનાવી મેં મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો.
પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે
આ બાબતે પોલીસે ક્રિસ મુલાણી (રહે-વ્રજ આઈકોન ફ્લાઇટ, જે.કે કોર્નર પાસે, વારસિયા) સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. જેમાં યુવકે પોલીસ પાસે માફિ માંગી હતી અને હવે આવુ ક્યારેય નહિ કરે તેવુ જણાવ્યું હતુ.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટમાં વધુ 8 જસ્ટિસની નિમણૂક, જાણો કોના નામની મળી મંજૂરી