ગુજરાત

વડોદરા: ડમી પેઢીઓ ઊભી કરીને 1 કરોડની GSTની ચોરી કરનાર પકડાયો

  • કૉર્ટ દ્વારા આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
  • આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરૂ રચીને ખોટા દસ્તાવેજ બનાવ્યા
  • બનાવટી બીલોનો સાચા તરીકે ઉપયોગ કરીને જીએસટીમાંથી ક્રેડિટ મેળવી

નકલી પેઢીઓ બનાવી રૂપિયા 1 કરોડની GSTની ચોરી કરનાર આરોપી ઝડપાયો છે. જેમાં ડમી પેઢીઓ ઊભી કરીને GSTN નંબર મેળવ્યો હતો. તેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તથા આરોપીને કૉર્ટમાં રજૂ કરતા કૉર્ટ દ્વારા આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ પણ વાંચો: વડોદરા જિલ્લાના બટાટા પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર 

બનાવટી બીલોનો સાચા તરીકે ઉપયોગ કરીને જીએસટીમાંથી ક્રેડિટ મેળવી

વડોદરા શહેરના ડીસીબી પોલીસ મથકે વર્ષ 2022માં ખોટા અને બનાવટી બીલોનો સાચા તરીકે ઉપયોગ કરીને જીએસટીમાંથી રૂ. 1.3 કરોડની ખોટી રીતે ક્રેડિટ મેળવનાર આરોપીને ઈકોસેલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને આરોપીને કૉર્ટમાં રજૂ કરતા કૉર્ટ દ્વારા આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. શહેર પોલીસના ડીસીબી પોલીસ મથકે 1) મે. રફાઈ એન્ટરપ્રાઈઝ (મંગળબજાર), 2) મે.અલ્ફાજ એન્ટરપ્રાઈઝ(જુના પાદરા રોડ), 3) મે.એ.એસ.ટ્રેડ(માંજલપુર), 4) ચૌહાણ એન્ટરપ્રાઈઝ (રહે, છાણી), 5) મે.રીડન એન્ટરપ્રાઈઝ (સુભાનપુરા), 6) મે.આલ્ફા એન્ટરપ્રાઈઝ (હરણી) ના આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરૂ રચીને ખોટા અને બનાવટી દસ્તાવેજના પુરાવાઓ તૈયાર કરી GSTN નંબર મેળવ્યો હતો.

આ પણ વાંચો : વડોદરામાં VMCને વેરા પેટેની આવકનો આંકડો જાણી રહેશો દંગ 

કૉર્ટ દ્વારા આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ઉપરાંત આ પેઢીના બતાવેલ સરનામા ઉપર કોઈ ધંધો ચાલતો ન હોવા છતા ડમી પેઢીઓ ઉભી કરીને ટેક્સ ક્રેડિટ મેળવી હતી. જેના આરોપીની શોધખોળ દરમિયાન પોલીસે જય બજરંગ એલોઈજ એન્ડ પાઈપ્સ પ્રા.લી. કંપની(વાઘોડિયા.રોડ)ના સંચાલક નરીંગાભાઈ ઉર્ફે નરેશ લવજીભાઈ મોદી(રહે, મકરપુરા)ની અટકાયત કરી હતી. જેની પુછપરછ કરતા તેની પાસેથી મે.આલ્ફા એન્ટરપ્રાઈઝ કંપનીના ખોટા ટેક્ષ ઈનવોઈસ, વજનકાંટા પાવતી તથા ઈ-વે બીલો કબજે કરી તેનું નિમણૂક કરેલ સી.એ દ્વારા એનાલીસીસ કરાવતા નરીંગાભાઈ લવજીભાઈ મોદીએ આલ્ફા એન્ટરપ્રાઈઝની પેઢીના ખોટા અને બનાવટી ટેક્ષ ઈનવોઈસના આધારે સરકાર સાથે રૂ. 1,03,89,054 ટેક્સ ક્રેડિટ મેળવી છેતરપિંડી કરી હતી. આરોપીની ધરપકડ કરી હતી. જે આરોપીને કૉર્ટમાં રજૂ કરતા કૉર્ટ દ્વારા આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Back to top button