ગુજરાતટ્રેન્ડિંગ

વડોદરા: નસવાડીમાં વરસાદને લઇ ગરબા આયોજકો તથા ખેલૈયા વિસામણમાં

Text To Speech
  • વરસાદ કયારે બંધ થાય અને કામગીરી કયારે પૂરી થાય
  • બજારોમાં પણ મંદીનું મોજું જોવા મળી રહ્યું છે
  • ચાલુ નવરાત્રિમાં વરસાદ વરસે તો ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે

નસવાડી નગરમાં માં અંબેની આરાધનાના નવરાત્રીના નવ દિવસ આયોધ્યા નગર, વાડી ચોક (પોલીસ સ્ટેશ), સરકાર ફ્ળીયા અને ઓડ ફ્ળીયામાં ધામધૂમથી દર વર્ષે નવરાત્રી ઉજવાય છે. જેમાં ગ્રામીણ વિસ્તારના લોકો નસવાડી નગરમાં આવીને મન મૂકીને ગરબા રમીમા અંબેની ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. માં અંબેની આરાધના કરે છે. પરંતુ હાલ ચોમાસુ લંબાયું છે. અને હજુ પણ નવરાત્રિમાં પણ વરસાદી આગાહી છે. જેમાં ખેલૈયાઓ અને આયોજકો નિરાશ થયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર, જાણો કયા પડશે વરસાદ 

બજારોમાં પણ મંદીનું મોજું જોવા મળી રહ્યું છે

દર વર્ષે નવરાત્રીના પાંચ દિવસ પહેલા ગરબાના મંડપો તૈયાર થઈ જતા હતા હોય છે. પરંતુ હાલ નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અને હાલ વરસાદ વરસી રહ્યો છે. બજારોમાં પણ મંદીનું મોજું જોવા મળી રહ્યું છે. નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓ વિસામણમાં છે કે, વરસાદ કયારે બંધ થાય અને કામગીરી કયારે પૂરી થાય, ચાલુ નવરાત્રિમાં વરસાદ વરસે તો ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે તો નવાઈ નહી. જેથી ખેલૈયાઓ અને નવરાત્રિ આયોજકો વિસામણમાં મુકાયા છે. જેને લઇને ખેલૈયાની ચિંતા વધી છે. વરસાદને કારણે કામગીરીમાં વિક્ષેપ ઊભો થાય છે.

ગરબા મુખ્યત્વે ગુજરાત, ભારતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ

સ્થાનિકોના જણાવ્યા પ્રમામે દર વર્ષે ચાર રસ્તા નસવાડીમાં સપ્તાહ પહેલા માં અંબેની સ્થાપના માટે નવરાત્રીનું મંડપ ડેકોરેશન તૈયાર થઈ જાય છે પરંતુ વરસાદ હોવાથી કામમાં વિક્ષેપ ઊભો થાય છે. ગરબા મુખ્યત્વે ગુજરાત, ભારતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે. નૃત્ય ઉપરાંત નવરાત્રીમાં કાણાંવાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓને પણ ગરબા કહે છે. નવરાત્રી દરમ્યાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે.

Back to top button