ગુજરાતટ્રેન્ડિંગ

વડોદરા: વીજકર્મીનું કરંટ લાગતા થાંભલા પર જ મોત, બંધ લાઈનમાં અચાનક કરંટ આવ્યો

Text To Speech
  • કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીનું કરંટ લાગતા મોત નિપજ્યું
  • વીજકર્મીએ લાઈન બંધ કરી હોવા છતાં કરંટનો ઝટકો લાગ્યો
  • લોકોએ દોરડું બાંધી મૃતદેહને થાંભલા પરથી નીચે ઉતાર્યો

વડોદરામાં હરિનગર વિસ્તારમાં વીજકર્મીને કરંટ લાગતા વીજકર્મીનું મોત નિપજ્યું હતું. કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીનું કરંટ લાગતા મોત નિપજ્યું છે. નોંધનીય છે કે, વીજકર્મીએ લાઈન બંધ કરી હોવા છતાં કરંટનો ઝટકો લાગ્યો અને ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

લોકોએ દોરડું બાંધી મૃતદેહને થાંભલા પરથી નીચે ઉતાર્યો

વડોદરાના હરિનગર વિસ્તારમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં ધર્મેન્દ્ર જયસ્વાલ કામ કરી રહ્યો હતો. ધર્મેન્દ્ર વીજ લાઈન બંધ કરીને કામ કરતો હતો, ત્યારે એકાએક કરંટનો જોરદાર ઝટકો લાગ્યો અને તે થાંભલા સાથે જ ચોંટી ગયો. આસપાસના લોકોને આ વિશે જાણકારી થતાં લોકોએ દોરડું બાંધી મૃતદેહને થાંભલા પરથી નીચે ઉતાર્યો અને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જોકે, હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

આ ઘટના પાછળ તપાસ થાય છે કે કેમ તે પણ મોટો સવાલ

નોંધનીય છે કે, કામદાર જ્યારે વીજની લાઈન બંધ કરીને થાંભલા પર ચઢ્યો હતો, તો બાદમાં આ લાઈન ચાલુ કોણે કરી? ત્યારે હવે આ ઘટના પાછળ તપાસ થાય છે કે કેમ તે પણ મોટો સવાલ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 3219 રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ, દેશમાં સંખ્યાની દૃષ્ટિએ જાણો કયા ક્રમે

Back to top button