ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરા જિ.પં. 2023-24નું 36 કરોડથી વધુનું બજેટ સામાન્ય સભામાં મંજૂર

Text To Speech

વડોદરા જિલ્લા પંચાયતનું વર્ષ 2023-24નું 36 કરોડથી વધુનું બજેટ રજૂ કરાયું હતું. જેને લઈને આજે બજેટને મંજુર કરવા માટે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પક્ષ અને વિપક્ષના સભ્યો આમને સામને આવી ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: AMCના મોટા ભાગના વિભાગોમાં બદલીનો ગંજીપો ચીપાશે

શિક્ષણ ક્ષેત્રે વિવિધ કાર્યો માટે 45 લાખની જોગવાઈ

વર્ષ 2021-22નું બજેટ 24 કરોડનું હતું. પરંતુ આ વર્ષે જિલ્લા પંચાયત નું વર્ષ 2023-24ના બજેટમાં 12 કરોડના વધારા સાથે 36નું બજેટ કર્યું હતું. આ બજેટની મંજૂરી માટે આજે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં 17 કરોડના ખર્ચે જિલ્લા પંચાયત બેઠક દીઠ વિકાસના કાર્યો માટે ફાળવાયા. પંચાયત ક્ષેત્રે શ્રેષ્ઠ ગ્રામ પંચાયતના વિજેતા માટે ત્રણ લાખની જોગવાઈ કરાઈ છે. તથા શિક્ષણ ક્ષેત્રે વિવિધ કાર્યો માટે 45 લાખની જોગવાઈ કરાઈ છે.

આ પણ વાંચો: જામનગર-દેવભૂમિ દ્વારકાના બે ભેજાબાજો દ્વારા છેતરપિંડીનો નવતર કિમીયો અજમાવ્યો 

યોગ્ય સવાલ કરવાનું કહેતા મામલો બીચકયો

આરોગ્ય ક્ષેત્રે કામગીરી માટે 17 લાખ ફાળવવામાં આવ્યા.સમાજ કલ્યાણ ક્ષેત્રે 6.50 લાખની ફાળવણી થઈ છે. તેમજ ખેતીવાડી ક્ષેત્રે પ્રચાર પ્રસાર માટે 7 લાખની ફાળવણી કરાઈ છે. પશુઓમાં રોગચાળા સમયે આરોગ્ય માટે બે લાખની ફાળવણી કરાઈ છે. સિંચાઈ ક્ષેત્રે પુર સંરક્ષણ દીવાલ, નહેરોની મરામત માટે 18 લાખની ફાળવણી થઈ, મહિલા અને બાળ વિકાસ કલ્યાણ માટે 1 કરોડ 15 લાખની ફાળવણી થઈ પરંતુ અધવચ્ચે વિપક્ષ અગ્રણી મુબારક પટેલ દ્વારા સિંચાઈ, પશુ પાલન અને શિક્ષણ ક્ષેત્રે નજીવી રકમ ફાળવવામાં આવી હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. જેના વિરોધમાં સત્તા પક્ષે ઝંપલાવ્યું હતું અને યોગ્ય સવાલ કરવાનું કહેતા મામલો બીચકયો હતો.

Back to top button