શિવરાત્રિના મહાપર્વે શિવ પરિવારની 8.5 ટનની નયનરમ્ય પ્રતિમા જોવા નરગજનો ઉમટયા છે. આનંદ-ઉલ્લાસના ઓઘ સાથે શિવભક્તો દેવાધિદેવની ભક્તિમાં ભાવવિભોર બન્યા છે. મહાવદ તેરસના શિવરાત્રિના મહાપર્વે પ્રતાપનગર રોડ ઋણમુક્તેશ્વર મહાદેવથી આનંદ-ઉલ્લાસના ઓઘ સાથે શિવજીકી સવારી પ્રસ્થાન કરાવાશે. શહેરની આન-બાન-શાન ગણાતી શિવ પરિવારની નગરયાત્રામાં લાખો ભક્તો હર-હર મહાદેવના નાદ સાથે જોડાશે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCને છેલ્લા ચાર દિવસમાં રૂ.37 કરોડની આવક થઇ, જાણો કેવી રીતે
ઝાકમઝોળ રંગબેરંગી પ્રકાશ વચ્ચે યૌવનધન દેશભક્તિના ગીતો સાથે નૃત્ય કરશે
શહેરના ઋણમુક્તેશ્વર મહાદેવથી શનિવારે બપોરે ૩.૩૦ કલાકે વાજતે-ગાજતે પ્રસ્થાન કરાનાર શિવજીકી સવારીમાં નંદી પર બિરાજમાન શિવ પરિવારના દર્શનાર્થે ઠેર-ઠેર માનવ મહેરામણનું કિડિયારૂ ઊભરાશે. ડી.જે.ના સંગીત સાથે ઝાકમઝોળ રંગબેરંગી પ્રકાશ વચ્ચે યૌવનધન દેશભક્તિના ગીતો સાથે નૃત્ય કરશે.
આ પણ વાંચો: “પાણી ઘીની માફક વાપરવું” ગુજરાતમાં ભૂગર્ભ જળની સૌથી ગંભીર સ્થિતિ આ જિલ્લાઓમાં
મહાદેવની સુવર્ણ જડિત પ્રતિમાના લોકાર્પણ સાથે પરંપરાગત મહાઆરતી યોજાશે
આબાલ-વૃદ્ધો-મહિલાઓ પણ હર-હર મહાદેવના નાદ સાથે દેવાધિદેવ મહાદેવ સહિત શિવ પરિવારના દર્શન કરી ધન્યતા અનુભવશે. પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવથી પ્રસ્થાન કરાવાયેલી શિવજી કી સવારી વાડી-ચોખંડીના માર્ગે આગળ વધી ગેંડીગેટ થઇ માંડવી ટાવર પાસે પહોંચશે. જ્યાંથી, આગળ વધી ન્યાયમંદિર થઇ સૂરસાગર પાસે પહોંચશે. શિવજી કી સવારી ધામધૂમ પૂર્વક સાંજે સૂરસાગર પહોંચશે. જ્યાં, સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડિત પ્રતિમાના લોકાર્પણ સાથે પરંપરાગત મહાઆરતી યોજાશે.