વડોદરા : બે સગી બહેનોના મૃતદેહ નર્મદા નદીમાંથી મળ્યા
- નર્મદા નદીમાંથી બે સગી બહેનોના મૃતદેહ મળી આવતા ચકચાર
- ઘર કંસાકથી કંટાળીને ગઈ કાલે બંન્ને બહેનોએ ઘર છોડી દીધુ હતુ
- પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી
વડોદરાના કરજણના ફતેપુરા ગામની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ફતેપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાંથી બે સગી બહેનોના મૃત દેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને વધું તપાસ હાથ ધરી હતી.
નર્મદા નદીમાંથી બે સગી બહેનોના મૃતદેહ મળી આવ્યા
આજે વડોદરા શહેરમાંથી પસાર થતી નર્મદા નદીમાંથી બે સગી બહેનોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આજે બપોર બાદ નદીમાં તરતી લાશ મળી આવતા લોકો ઉમટી પડ્યા હતા. વડોદરામાંથી પસાર થતી નર્મદા નદીમાં માછલી પકડવા માટે માછીમારોએ જાળ નાખી હતી. ત્યારે નદીમાં બે મૃતદેહ પાણીમાં તરતા જવા મળ્યા હતા, જે અંગે માછીમારોએ ગ્રામજનોને જાણ કરી હતી. જેથી મોટી સંખ્યામાં ગ્રામજનો અહી દોડી આવ્યા હતા. અને માછીમારો અને ગ્રામજનોએ આ મૃત દેહને બહાર કાઢ્યો હતો. ત્યારે આ મૃતદેહ પ્રવીણભાઈની દિકરીઓના હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી
કરજણ તાલુકાના ફતેપુરા ગામમાં રહેતા પ્રવીણભાઈની 19 વર્ષની પુત્રી ડિમ્પલ અને 17 વર્ષની પુત્રી સિદ્ધિ બંને ગઈકાલે બપોર બાદ ગુમ થઈ ગઈ હતી. ત્યારે જાણકારી મુજબ વારંવાર થતા ઘર કંસાકથી કંટાળીને બંન્ને દિકરીઓ ઘર છોડીને કહ્યા વગર ચાલી ગઈ હતી. આ ગુમ થયેલ દિકરીઓને શોધવા માટે પરિવાર મથામણ કરી રહ્યા હતા. આ દરમિયાન આજે બપોરે બંન્ને દિકરીઓની લાશ નર્મદા નદીમાંથી મળી આવી હતી . જે અંગે પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને બંન્ને પીએમ અર્થે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Junior Clerk Exam : ઉમેદવારો માટે જિલ્લા પ્રમાણે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા