

રાજ્યમાં અકસ્માતોની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. બેફામ ઝડપ અને બેજવાબદારીભર્યા ડ્રાઈવિંગના પગલે અવાર નવાર અકસ્માતોની ઘટના પ્રકાશમાં આવે છે. જેમાં અનેક લોકોના મોત થાય છે. હાલમાં વડોદરામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બાળકો સહિત 9 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ દરજીપુરા પાસે છકડાને કચડી કન્ટેનર એરફોર્સની દીવાલમાં ઘુસી ગયુ હતુ. આ ગમખ્વાર અકસ્માતમાં બાળકો સહિત 9 લોકોના મોત નીપજ્યા છે.

આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને એરફોર્સ જવાન સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ ગયા છે. સાતથી લોકો ઇજાગ્રસ્ત હોવાની જાણકારી મળી રહી છે. તો તેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ છકડામાં સવાર થોડા લોકો પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. હાલ આ લોકો કોણ છે તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ અને ફાયરની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી અને વધુ તપાસ હાથ ધરી છે.
આ મોટું કન્ટેઇનર રોંગ સાઇડ પરથી આવીને છકડાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. છકડામાં સવાર આ લોકો ક્યાંના છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ આ અંગે કોઇ માહિતી મળી રહી નથી કે આ મૃતકોના નામ શું છે કે, તેઓ ક્યાં જઇ રહ્યાં હતા અને ક્યાંના રહેવાસી છે તેની તપાસ હાલ ચાલી રહી છે.
આ પણ વાંચો : વડોદરા : શાંતિ ભંગ કરવાની કોશિશ, સાવલીમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણ, 40 લોકોની ધરપકડ