વડોદરા શહેરના ચૂંટણીકર્મીની અનોખી ફરજ નિષ્ઠા, દીકરીની સગાઇ આટોપી મહિલા પ્રોફેસર તુરંત ફરજ ઉપર થયા હાજર
આવતીકાલે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરજ બજાવી રહેલા ચૂંટણી કર્મીઓની અનોખી ફરજ નિષ્ઠા જોવા મળી રહી છે, ત્યારે આજે વડોદરાના મહિલા પ્રધ્યાપિકાની ફરજ નિષ્ઠાની પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે.
આ પણ વાંચો : શું ખરેખર EVM મશીન હેક થઈ શકે છે ? ટેક્નીકલ રીતે સમજો સમગ્ર પ્રક્રિયા
સગાઇનો પ્રસંગ પતાવી તુરંત ફરજ પર હાજર થયા અધિકારી
એક તરફ ચૂંટણીનો માહોલ છવાયો છે તો બીજી બાજુ લગ્નની સિઝન પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે આ લોકશાહીના પ્રસંગમાં જોડાવા માટે ચૂંટણીકર્મીએ પોતાના ઘરનો પ્રસંગ તુરંત પતાવીને ફરજ પર હાજર થઇ ગયા હતા. વડોદરા જિલ્લાની અકોટા બેઠક ઉપરના એક મહિલા ચૂંટણીકર્મીએ પોતાની ફરજનિષ્ઠાનું પ્રેરણાદાયક ઉદાહરણ પુરુ પાડ્યું છે. આ મહિલાકર્મી નિમિષાબેન પાઠકએ આજે દીકરીની સગાઇ વિધિ પૂર્ણ કરી તુરંત પોતાની ફરજ ઉપર હાજર થયા હતા.
આ છે કર્મયોગ ! દીકરીની સગાઇ આટોપી મહિલા પ્રોફેસર તુરંત ચૂંટણી ફરજ ઉપર હાજર થયા.
વડોદરા શહેરમાં રહેતા નિમિષાબેન પાઠક એમ. એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં મદદનિશ પ્રાદ્યાપિકા તરીકે ફરજ બજાવે છે.#GujaratElections2022 #AssemblyElection #EveryVoteCounts pic.twitter.com/LGnlFGn8uC
— Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) December 4, 2022
વડોદરાના કર્મનિષ્ઠ મહિલા કર્મી
પોતાની દિકરીનો સગાઇનો પ્રસંગ તુરંત પૂર્ણ કરી ફરજ પર હાજર થનારા આ કર્મનિષ્ઠ મહિલા અધિકારી નિમિષાબેન પાઠક વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં મદદનિશ પ્રાદ્યાપિકા તરીકે ફરજ બજાવે છે. તેમને અકોટા વિધાનસભા મતવિભાગમાં ચૂંટણી કામે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની ફરજ સોંપવામાં આવી છે.
ગુજરાત ઇલેક્શન કમિશનએ કરી સરાહના
અકોટા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી કામે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની ફરજ બજાવતા આ મહિલા કર્મીની ગુજરાત ઇલેક્શન કમિશન દ્વારા પણ સરાહના કરવામાં આવી છે. ગુજરાત ઇલેક્શન કમિશને ટ્વીટ કરી મહિલાકર્મીની આ કામગીરીને બીરદાવી હતી. ત્યારે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ પણ આ મહિલા કર્મીની સરાહના કરી છે.