ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરા : રણજીના પૂર્વ ખેલાડીના ઘરમાંથી મળી કરોડોની રોકડ

Text To Speech

વડોદરા, 3 માર્ચ : વડોદરા એસઓજીને ક્રિકેટ સટ્ટા અને છેતરપિંડીનાં આરોપીના ઘરેથી મોટી રોકડ મળી આવી છે. એસઓજીની ટીમે રીશી આરોઠેના ઘરે બાતમીના આધારે દરોડા પાડયા હતા તે દરોડા દરમિયાન સ્ટેશન વિસ્તારના ઘરેથી રૂ.1.39 કરોડ રોકડ મળી આવી હતી તો પોલીસે આરોપીની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ના મળતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. વિક્રાંત રાયપતવાર અને અમિત જડિત બન્ને મહારાષ્ટ્રના રહેવાસી છે.

આંગડીયા પેઢીમાં હવાલો અપાયો

મળતી માહિતી મુજબ, વડોદરામાંથી રણજી ટીમમાં પ્લેયર રહી ચુકેલ તુષાર અરોઠે અને પુત્ર રિશી અરોઠે પાસેથી પોલીસને મોટી માત્રામાં રોકડ રકમ ભરેલો થેલો મળી આવ્યો છે તો વડોદરા રણજી પૂર્વ ખેલાડીના ઘરે બેંગ્લોરથી અંગાડીયા પેઢી દ્વારા રોકડ રકમનો હવાલો પાડવામાં આવ્યો હતો પણ આ રોકડ રકમ શા માટે આવી હતી તેનો કોઈ હિસાબ હજી સુધી સામે આવ્યો નથી તો સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો પુત્ર રિશી અરોઠે બેંગ્લોરમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે તો પિતાની પૂછપરછ કરતા તેમણે પણ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી.

રિશી આરોઠે છેતરપિડીંનો આરોપી

રિશી એરોઠે સામે અગાઉ ક્રિકેટ સટ્ટા અને છેતરપિંડીના ગુના નોંધાઈ ચૂકયા છે.પોલીસે હાલ તમામ ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે. મહત્વની વાત તો એ પણ છે કે એસઓજી આટલી મોટી રકમ છે માટે ઈન્કમટેકસ વિભાગની પણ મદદ મેળવી શકે છે. હાલ સુધી આરોપીઓ તરફથી કોઈ મહત્વના પુરાવા આપવામાં આવ્યા નથી તો રોકડ જે આંગડીયા મારફતે આવી હતી તે આંગડીયાના માલિકની પણ પૂછપરછ હાથધરાઈ શકે છે.

Back to top button