ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

વડોદરા બોટ દુર્ઘટનાઃગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ

Text To Speech

વડોદરા, 21 જાન્યુઆરી 2024, શહેરમાં હરણી લેક બોટ દુર્ઘટનામાં 14 લોકોના મૃત્યુ થયા હતાં. આ મુદ્દે એડવોકેટ એસોસિએશન તરફથી ગુજરાત હાઈકોર્ટને સુઓમોટો દાખલ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. હાઈકોર્ટે એ વખતે અહેવાલો મંગાવ્યા હતાં. આજે કોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી છે. કોર્ટે રાજ્યના ગૃહવિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી 29 જાન્યુઆરીએ હાથ ધરાશે.ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ ઘટના અંગે સુઓમોટો લેવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારે હવે હાઈકોર્ટે સમાચાર અહેવાલને ટાંકીને સુઓમોટો દાખલ કરી છે.

29 જાન્યુઆરીએ ચીફ જજની બેન્ચ સમક્ષ સુનાવણી થશે
VMC અને PPP મોડેલ ઉપર ફન ટાઇમ અરેનાને બોટ ચલાવવા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. સમાચાર સંસ્થાઓના અહેવાલ વિચલિત કરનારો છે કે, બોટિંગ સ્થળે કોઈ સલામતીના નિયમો પાળતા નહોતા. બોટિંગ કરનાર બાળકોને લાઇફ સેવિંગ જેકેટ પણ આપ્યા નહોતા. રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરી આ ઘટના અંગે એક્શન ટેકન રિપોર્ટ આપશે અને ગેજેટેડ ઓફિસર એફિડેવિટ ફાઈલ કરશે. આ સુઓમોટો પિટિશન ઉપર 29 જાન્યુઆરીએ ચીફ જજની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાશે.

સુપ્રીમ કોર્ટમાં પણ જાહેરહિતની અરજી કરાઈ
બોટ દુર્ઘટના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટીઓ સામે પગલાં લેવા તેમજ વડોદરા જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને પાર્ટી બનાવવા માંગ કરવામાં આવી છે. આ અરજી મોરબી બ્રિજ દુર્ઘટનામાં 112 પીડિત પરિવારો વતી કેસ લડતા વકીલ ઉત્કર્ષ દવે દ્વારા કરવામાં આવી છે. આ ઘટનાની તપાસ અર્થે SITની રચના સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના નિરીક્ષણ હેઠળ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ વડોદરા હરણી તળાવ દૂર્ધટનામાં મુખ્ય સૂત્રધાર સામે લૂકઆઉટ નોટિસ નીકળશે

Back to top button