ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

વડોદરા બોટ દુર્ઘટનાઃ બચી ગયેલા માસુમ બાળકે જણાવી રૂંવાડા ખડા કરી દેતી આપવીતી

વડોદરા, 18 જાન્યુઆરી 2024, શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 15 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 13 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા માસુમ બાળકે રૂંવાડા ખડા કરી દેતી આપવીતી જણાવી હતી.

બોટમાં 30 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં
બોટમાં સવાર બચી ગયેલા માસુમ બાળકે મીડિયા સામે જણાવ્યું હતું કે, અમારી બોટ ડૂબી ગઈ હતી. થોડા લોકો નીચે જતાં રહ્યાં અને હું એકલો જ હતો અને પછી થોડા લોકો ઉપર આવ્યાં પછી પાઈપ આવી અને પાઈપ પકડીને ઉપર આવી ગયાં. બોટમાં 30 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં જેમાં 7 ટીચર હતાં. બધાને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યાં નહોતાં. જ્યારે વાલીએ કહ્યું કે બોટિંગનો જે ચાર્જ લેવામાં આવે છે ત્યારે બાળકોને લાઈફ જેકેટ વગર એન્ટ્રી અપાય જ નહીં. આ ઘટના સામે કડક પગલાં લેવા જરૂરી છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

વાલીઓ રાહ જોતા હતા અને અકસ્માતના સમાચારો આવ્યા
એક બાળકની માતાએ રડતા રડતાં મીડિયા સમક્ષ નિવેદન આપતાં કહ્યું હતું કે, મેડમે કહ્યું કે અકસ્માત થયો છે અને બાળકો જાનવી હોસ્પિટલમાં છે. બાળકોને થોડી થોડી ઈજાઓ પહોંચી છે. માતાનો આક્ષેપ છે કે ત્યારે મેડમ જૂઠ્ઠૂ બોલ્યા હતાં. અમે લોકો દોઢ કલાકથી રાહ જોતા હતાં. બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીની માતા નિરાલીબેન માછીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાંથી સવારે 8 વાગ્યે હરણી વોટર પાર્ક અને તળાવ ખાતે પિકનિક લઈ ગયા હતા. ઘરે આવવાની રાહ જોતા હતાં અને આ અકસ્માતના સમાચારો આવ્યાં.

મેડમે બૂમો પાડી અને ગેરેજ પાસે બેઠેલા લોકો દોડ્યા
આ ઘટનામાં બચાવકાર્ય કરનારે મીડિયાને જણાવ્યું હતું કે, આ ઘટના બની ત્યારે મેડમોએ બુમો પાડી એટલે અમે અહીં દોડતા આવ્યા હતા. ત્યાં મેડમોએ કહ્યું કે, બોટ ઊંધી પડેલી છે. અમે ગ્રીલ કૂદીને અંદર જ કૂદકો માર્યો અને 4 જેવા છોકરાઓને તુરંત જ બહાર કાઢ્યા. એક મેડમ પણ ડૂબતા નજરે પડ્યા હતા. એક છોકરાને તો કાદવમાંથી બહાર કાઢ્યો. આ તમામ શ્વાસ લેતા હતા. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેમાં આ લોકોને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા.

આ પણ વાંચોઃવાલીઓ ઘરે રાહ જોતા હતાં અને મેડમે કહ્યું, અકસ્માત થયો છે બાળકો હોસ્પિટલમાં છે

Back to top button