ગુજરાત

વડોદરાઃ ચોરીના બનાવો વધતાં સોસાયટીના રહીશોએ શરૂ કર્યું નાઈટ પેટ્રોલિંગ, પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના કર્યા આક્ષેપ

Text To Speech

વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન વધી રહેલા ચોરીના બનાવોને પગલે હવે સોસાયટીના રહીશોને પોલીસને નાઈટ પેટ્રોલીંગ ઉપર ભરોસો રહ્યો નથી. સોસાયટીના રહીશો હવે પોતાની સોસાયટીની સુરક્ષા માટે હવે પોતે જ ટુકડીઓ બનાવી રહ્યાં. શહેરના કારેલીબાગ ન્યુ વીઆઇપી રોડ પર આવેલ સુંદરમ  સોસાયટીના રહીશો દ્વારા પોતાની સોસાયટીની સુરક્ષા માટે ટુકડીઓ બનાવીને રાત્રે 1થી 4 વાગ્યા સુધી ફેરણી  ફરવાનું શરૂ કર્યુ  છે. જોકે સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે આ જવાબદારી પોલીસ તંત્રની છે, પરંતુ પોલીસ તંત્ર નિષ્ફળ ગયું હોવાથી અમારે આ વ્યવસ્થા કરવાની ફરજ પડી છે.

કારેલીબાગ ન્યુ  વીઆઈપી રોડ ઉપર આવેલી સુંદરમ  સોસાયટી સહિત આસપાસમાં આવેલી સોસાયટીઓમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આસપાસમાં આવેલી સોસાયટીના રહીશોએ પોતાની સોસાયટીની સુરક્ષા માટે યુવાનોની ટુકડીઓ બનાવીને ફેરણી શરૂ કરી છે. અને તેઓ દ્વારા જ અમોને આપવામાં આવેલી માહિતી અનુસાર અમે પણ અમારી સોસાયટીમાં યુવાનોની ટુકડીઓ બનાવીને રાત્રે એક વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા સુધી ફેરણી શરૂ કરીને સોસાયટીની સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. સોસાયટીના રહીશો દ્વારા ચોરીઓના બનાવ અંગે પોલીસ તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ સહકાર મળતો ન હોવાના કારણે આ વ્યવસ્થા ગોઠવવાની ફરજ પડી છે.

સોસાયટીના રહિશોએ જણાવ્યું કે શહેરીજનોને સુરક્ષા પૂરી પાડવા પોલીસતંત્ર અને સરકારની ફરજમાં આવે છે પરંતુ પોલીસ તંત્ર સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ પુરવાર થયું હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગ ઉપર પણ આક્ષેપ  કરતા સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે રાત્રિ પેટ્રોલિંગ થાય છે કે નહીં એ પણ એક સવાલ છે. શું ખરેખર રાત્રિ પેટ્રોલિંગ થતું હોય તો ચોરીના બનાવો બનવા ના જોઈએ. પરંતુ ચોરીના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. કારેલીબાગ વીઆઇપી રોડ ઉપર આવેલ સુંદરમ સોસાયટીના રહીશો દ્વારા પોતાની સોસાયટીની સુરક્ષા માટે શરૂ કરેલી નવી વ્યવસ્થા આસપાસની સોસાયટીઓમાં ચર્ચાનો વિષય બની છે. શક્ય છે કે આવનારા દિવસોમાં શહેરીજનોને પોતાની સુસાયટીની સુરક્ષા માટે પોલીસ તંત્ર ઉપર ભરોસો ન રાખીને પોતાની સોસાયટી માટે રાત્રે ફેરણી ફરવી પડે તો નવાઈ નહીં.

Back to top button