ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરા: વાવાઝોડાના કારણે વૃદ્ધ મહિલાએ ગુમાવ્યો જીવ

Text To Speech

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે વડોદરામા ગઈ કાલે સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સવારે 4 કલાકમાં પ્રચંડ ગાજવીજ સાથે 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મુશળધાર વરસેલા વરસાદને પગલે સમગ્ર શહેર જળબંબોળ થઇ ગયું હતું. ઠેર-ઠેર ભરાયેલા પાણીથી વહેલી સવારે સ્કૂલ તેમજ નોકરી-ધંધાર્થે નીકળેલા લોકો અટવાઇ પડ્યા હતા. અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીમાં વાહનો પણ ઠપ થઇ ગયા હતા.

વીજળી-humdekhengenews

વીજળીનો થાંભલો પડતાં મોત

ડભોઇ તાલુકાના જુના માંડવા ગામેં 75 વર્ષની વૃદ્ધ મહિલા મધુબેન નારસિંહ પાવા સવારે ઘરની સામેના ઓટલા પર બેઠા હતા અચાનક જોરદાર પવન ફુંકાવાની સાથે વાવાઝોડું આવ્યું હતું. જેના પગલે મધુબેન ઓટલા પરથી ઉભા થઈ સામે પોતાના ઘર તરફ જતા હતા તે સમયે ઘરના ઓટલાની બાજુમાં વીજળીનો થાંભલો અચાનક તૂટીને મધુબેન ઉપર પડતા તેઓને ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તેઓનું મોત નિપજ્યું હતું. ત્યારે પરીવારમાં શોકની લાગણી છવાઈ હતી.

આ પણ વાંચો : લાલ દરવાજાના નવા AMTS બસ સ્ટેન્ડનું CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ

Back to top button