ગુજરાત

વડોદરાઃ સમામાં 15 વર્ષની દીકરીને માતાએ મોબાઇલ મૂકી રાંધવાનું કહ્યું તો કિશોરીએ ગળેફાંસો ખાઈ લીધો

Text To Speech

લોકોની સહનશક્તિ ઘણી જ ઓછી થઈ ગઈ છે. ખાસ કરીને યુવા વર્ગની, તેઓને નાની વાતમાં પણ રોષે ભરાય છે, નારાજ થઈ જાય છે. અને ક્યારેક તો ન કરવાનું કરી બેસે છે. વડોદરામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. નાની એવી વાત પર માતાએ 15 વર્ષની દીકરીને ઠપકો આપ્યો તેમાં તેને આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત થતી માહિતી મજુબ શહેરના સમા વિસ્તારમાં શુકલા નગર પાસે રહેતી 15 વર્ષની એક કિશોરીને મંગળવારે સવારે માતાએ મોબાઈલ મૂકી જમવાનું બનાવવાનું કહેતા કિશોરીએ ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી હતી. સમા પોલીસે કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

દીકરી મોબાઈલમાં ગેમ રમી રહી હતી
મળતી માહિતી મુજબ આ કિશોરીના પિતા સિક્યોરિટી જવાન તરીકે ફરજ બજાવે છે, જેઓ નોકરીએ ગયા હતા ત્યારે તેમની 15 વર્ષની દીકરી 12 વાગ્યાના અરસામાં મોબાઈલ પર ગેમ રમી રહી હતી. આ જોઈને માતાએ દીકરીને ઠપકો આપી જમવાનું બનાવાનું કહેતાં તેને લાગી આવ્યું હતું. જે બાદ દીકરીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી દીધી હતી. બનાવ અંગે જાણ થતાં પરિવાર સ્તબ્ધ બન્યો હતો. બીજી તરફ પોલીસના એએસઆઇ પીલીયાભાઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button