વડોદરા : ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તો માટે 32 ટન શીરો તૈયાર કરાયો
વડોદરામાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આવતી કાલે અષાઢી બીજના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. આ રથયાત્રા શરુ થવાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે.ત્યારે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે . સાથે જ વડોદરાના ઈસ્કોન મંદિર ખાતે ભક્તો માટે 32 ટન શીરો તૈયાર કરાઈ રહ્યો છે.
વડોદરામાં ઈસ્કોન મંદિર ખાતે 32 ટન શીરો બનાવાયો
મળતી માહિતી મુજબ આવતીકાલે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર નગરચર્યાએ નીકળશે. ત્યારે રથયાત્રામાં દર્શનાર્થે આવનારા તમામ ભક્તોને પ્રસાદી આપવા માટે ઈસ્કોન મંદિરના પાછળના ભાગે હાલ પ્રસાદ બનાવવામાં આવી રહી છે.મહત્વનું છે કે ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોવાથી ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને 32 ટન શીરાનો પ્રસાદ હાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.વડોદરા શહેરના ઈસ્કોન મંદિર ખાતે 32 ટન શીરો બનાવવામાં આવી રહ્યો છે.જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
View this post on Instagram
ABVP ગ્રુપના કાર્યકરો કામગીરીમાં જોડાયા
મહત્વનું છે કે, રથયાત્રા પૂર્ણ થયા બાદ મંદિર ખાતે સાંજના સમયે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદીનું આ આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે. ABVP ગ્રુપના કાર્યકરો સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ સંસ્થાના લોકો આ સેવામાં જોડાયા છે. હાલ રથયાત્રાનીસમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સુરતમાં બોગસ આધારકાર્ડ બનાવવાનુ કૌભાંડ ઝડપાયુ, 2012થી ચાલતા કૌભાંડનો SOGએ કર્યો પર્દાફાશ