ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમનોરંજન

વેક્સીન મેન અદર પૂનાવાલા બનાવશે ફિલ્મો, કરણ જોહરની અડધી કંપની 1000 કરોડમાં ખરીદી

  • પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક કરણ જોહરે ધર્મા પ્રોડક્શનમાં પોતાનો અડધો હિસ્સો વેચવાનો નિર્ણય લીધો

મુંબઈ, 21 ઓકટોબર: બૉલીવુડના પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક કરણ જોહરે તેમની કંપની ધર્મા પ્રોડક્શનમાં પોતાનો અડધો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે અને આ માટે એક ડીલ પણ કરવામાં આવી છે, જેની કિંમત 1000 કરોડ રૂપિયા છે. આ ડીલ ભારતીય મનોરંજન ક્ષેત્રની અત્યાર સુધીની સૌથી મોટી ડીલમાં સામેલ થશે. ‘કુછ કુછ હોતા હૈ’થી લઈને ‘કભી ખુશી કભી ગમ’ અને ‘માય નેમ ઈઝ ખાન’ જેવી હિટ ફિલ્મો આપનાર કરણ જોહરે પીઢ ભારતીય ઉદ્યોગપતિ અદર પૂનાવાલા સાથે આ ડીલ કરી છે.

યશ જોહર દ્વારા 1976માં સ્થપાયેલ, ધર્મા પ્રોડક્શન્સ કરણ જોહરના નેતૃત્વમાં બોલિવૂડમાં પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું છે અને તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે.

 

અદર પૂનાવાલા સાથે કરી ડીલ

રિપોર્ટ અનુસાર, અદર પૂનાવાલાની સેરેન પ્રોડક્શન્સ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ અને ધર્મેટિક એન્ટરટેઈનમેન્ટમાં 50 ટકા હિસ્સો રૂ. 1,000 કરોડમાં હસ્તગત કરશે. આ ડીલમાં ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની ધર્મા પ્રોડક્શનનું વેલ્યુએશન અંદાજે 2000 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. સોદો પૂરો થયા પછી, પ્રોડક્શન કંપનીમાં બાકીનો અડધો હિસ્સો ધર્મા પ્રોડક્શન્સ પાસે રહેશે અને કરણ જોહર કાર્યકારી અધ્યક્ષ રહેશે.

ઘણા ગ્રુપ સાથે ચાલી રહી હતી વાતચીત

કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ છેલ્લા કેટલાક સમયથી સારા રોકાણની શોધમાં હતી અને સંજીવ ગોએન્કાની આગેવાની હેઠળના સારેગામા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જિયો સિનેમા સહિતના ઘણા મોટા ગ્રુપ સાથે વાતચીત કરી રહી હતી. આ દરમિયાન, મોટા સમાચાર આવ્યા કે વેક્સિન નિર્માતા સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદર પૂનાવાલા ધર્મા પ્રોડક્શનમાં આ હિસ્સો ખરીદવા માટે સંમત થયા છે.

યશ જોહરે કરી હતી સ્થાપના 

સ્વર્ગસ્થ યશ જોહર દ્વારા 1976માં સ્થાપિત ધર્મા પ્રોડક્શન્સ, કરણ જોહરના નેતૃત્વમાં બોલિવૂડમાં પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું છે અને તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાં ‘કભી ખુશી કભી ગમ’, ‘યે જવાની હૈ દીવાની’, ‘કુછ કુછ હોતા હૈ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનો સમાવેશ થાય છે. આ પ્રોડક્શન હાઉસ હેઠળ 50થી વધુ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, 2018માં, કરણ જોહરની કંપનીએ Dharmatic Entertainment સાથે ડિજિટલ કન્ટેન્ટમાં પ્રવેશ કર્યો, Netflix અને Amazon Prime જેવા વૈશ્વિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ માટે શોનું નિર્માણ કર્યું.

કરણ જોહરની કંપનીનું ફાઈનેન્સીયલ હેલ્થ 

અહેવાલ મુજબ, ધર્મા પ્રોડક્શનની આ ડીલ એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે તેની આવકમાં લગભગ ચાર ગણો વધારો નોંધાયો છે. જે અગાઉના વર્ષના રૂ. 276 કરોડની સરખામણીએ નાણાકીય વર્ષ 23માં વધીને રૂ. 1,040 કરોડ થઈ છે. તેમ છતાં, ખર્ચમાં વધારો થવાને કારણે ચોખ્ખો નફો 59% ઘટીને રૂ. 11 કરોડ થઈ ગયો. કંપનીએ વિતરણ અધિકારોમાંથી રૂ. 656 કરોડ, ડિજિટલમાંથી રૂ. 140 કરોડ, સેટેલાઇટ અધિકારોમાંથી રૂ. 83 કરોડ અને સંગીતમાંથી રૂ. 75 કરોડની કમાણી કરી છે.

વેક્સીન કિંગે આ ડીલ પર શું કહ્યું?

અદર પૂનાવાલાએ ફાઈનેન્સીયલ સર્વિસીઝ, રિયલ એસ્ટેટથી લઈને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં પોતાનો વ્યવસાય વિસ્તાર્યો છે અને આ નવી ડીલ વિશે તેમણે કહ્યું છે કે, હું મારા મિત્ર કરણ જોહર સાથે આપણા દેશના સૌથી પ્રખ્યાત પ્રોડક્શન હાઉસમાંથી એક સાથે ડીલ કરીને ખુશ છું.  અમે સાથે મળીને, ધર્માને આગળ લઈ જવાની અને વધુ ઊંચાઈઓને સ્પર્શવાની આશા રાખીએ છીએ.

આ પણ જૂઓ: કેટરીના કૈફથી પરિણીતી ચોપરા સુધીની અભિનેત્રીઓએ આ રીતે કરવા ચોથની કરી ઉજવણી, જૂઓ

Back to top button